Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

સાવરકુંડલામાંથી દેશી જામગરી બંદુક સાથે સુલતાનને અમરેલી એસ.ઓ.જી.ટીમે ઝડપ્યો

બટનમીના આધારે મારુતિનગરમાંથી મુદામાલ સાથે ઝડપી લેવાયો

સાવરકુંડલાથી દેશી અજમગરી બંદૂક સાથે સુલતાન લાડકને અમરેલી એસઓજી ટીમે ઝડપી લીધો છે

    અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયનાઓએ જીલ્લામાં પેટ્રોલીંગ દરમ્યાન કડક વાહન ચેકીંગ હાથ ધરવા તથા પ્રોહી-જુગાર તેમજ હથિયારના કેસો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ  સાવરકુંડલા ટાઉન  પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  બાતમી મળેલ કે મારૂતીનગરમાં રહેતા  એક ઇસમ પોતાની પાસે દેશી જામગીરી બંદુક રાખે છે. તેવી ચોક્કસ બાતમી મળતા મારૂતીનગર વિસ્તારમાંથી  બાતમીમાં જણાવેલ વર્ણનવાળા ઇસમને દેશી બનાવટની જામગરી હથિયાર સાથે ઝડપી પાડેલ છે.

  પકડાયેલ આરોપી  સુલતાનભાઇ રહેમાનભાઇ લાડક (  ઉ.વ.-૨૩) ધંધો-મજુરી (રહે. સાવરકુંડલા મારૂતીનગર તા. સાવરકુંડલા ) પાસેથીએક દેશી જામનગરી બંદુક (હથિયાર) કિ.૫૦૦ મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને ઉપરોક્ત  ઇસમ  વિરુધ્ધ આર્મ્સ એક્ટ તળે ગુન્હો દાખલ કરી આરોપીને વધુ તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

  આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને દેશી જામગરી બંદુક (હથિયાર) સાથે આરોપીને ઝડપી પાડવમાં સફળતા મળેલ છે

(8:48 am IST)