Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

વાંકાનેરમાં સર્વર બંધ હોવાથી આધાર કાર્ડની કામગીરી ઠપ્પ

વાંકાનેર તા.૬ : આધારકાર્ડની કામગીરી શહેરની બહાર સેવા સદન ખાતે થતી હોય લોકોને ૩૦ થી પ૦ રૂપિયા રીક્ષામાં આવવાના અને એટલા જ રૂપિયા પરત જવા માટે ખર્ચ થતો હોય લોકોને આ કામગીરી હાલ બંધ હોય તેની જાણ ન હોવાથી રીક્ષા ભાડા ખર્ચી સેવા સદને આધારકાર્ડ માટે પહોંચે છે.

જયા દિવાલ ઉપર સર્વર બંધ હોવાથી આધાર કાર્ડની કામગીરી બંધ રહેશે. સર્વર ચાલુ થયા બાદ કામગીરી ચાલુ શથે. તેવા કાગળ પ્રિન્ટના બોર્ડ ચોટાડી દેવામાં આવ્યા છે. બે દિવસ પહેલા ર૦૦ જેટલા લોકો આધારકાર્ડ માટે આવેલા પણ કામગીરી બંધ હોવાની જાણ થતાં મામલતદારશ્રીને આ અંગે રજુઆત પણ કરવા દોડી ગયા હોવાનું જાણવા મળેલ છે.

આધારકાર્ડ નવા કઢાવવા - સુધારા કરાવવા માટે પ્રજાજનોને ખર્ચ અને સમય બંન્નેનો બોજ પડતો હોય આ કામગીરી શહેરના જુદા જુદા વિસ્તારમાં શરૂ કરવામાં આવે તો પ્રજાને સમય અને પૈસા બંન્ને મારમાંથી રાહત મળે તેવી પ્રજામાં માંગ ઉઠી રહી છે.

(11:35 am IST)