Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

છોટી કાશી ગણાતા જામનગરમાં છેલ્લા 67 વર્ષથી પરંપરાગત ભોઈવાળા વિસ્તારમાં હોલિકા મહોત્સવનું આયોજન

ભોઈ વાળા હોળીચોકમાં વિશાલ હોલિકા અને પ્રહલાદના પૂતળાનું નિર્માણ કરાયું :વાજતે ગાજતે મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની વચ્ચે રાત્રિ શાળા ભોઈ જ્ઞાતિના યુવકો દ્વારા જુદા જુદા હેરત અંગેજ અંગ કસરતના દાવો રજૂ કરી વેદોક્ત મંત્રોચ્ચાર સાથે હોલિકાની પૂજા કરી

જામનગર :છોટી કાશી ગણાતા જામનગરમાં છેલ્લા 67 વર્ષથી પરંપરાગત ભોઈ વાળા વિસ્તારમાં હોલિકા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રતિ વર્ષની માફક ભોઈ વાળા હોળીચોકમાં વિશાલ હોલિકા અને પ્રહલાદના પૂતળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

 આ હોલિકાને રાત્રે વાજતે ગાજતે મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની વચ્ચે રાત્રિ શાળા ભોઈ જ્ઞાતિના યુવકો દ્વારા જુદા જુદા હેરત અંગેજ અંગ કસરતના દાવો રજૂ કરી વેદોક્ત મંત્રોચ્ચાર સાથે હોલિકા ની પૂજા કરી દહન કરવામાં આવ્યું હતું અને અસત્ય પર સત્યના વિજયના વધામણા કરવામાં આવ્યા હતા. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

 

(12:54 am IST)