Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે પુસ્તક પરબ ટંકારા દ્વારા ” નારી શક્તિ સન્માન” કાર્યક્રમ યોજાયો

યથા યોગ્ય કિંમતી સમય આપી સેવા કરનારા મહિલાઓને સન્માન પત્રક આપી સન્માનિત કરાયા

મોરબી : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે પુસ્તક પરબ ટંકારા દ્વારા ” નારી શક્તિ સન્માન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય ક્ષેત્રે પુષ્પાબેન કામરીયા, સામાજિક ક્ષેત્રે પ્રભાબેન કાનજીભાઈ મનીપરા,શૈક્ષણિક ક્ષેત્રે અગોલા જ્યોત્સનાબેન નારણભાઈ,સુરક્ષા ક્ષેત્રે કિરણબેન રામજીભાઈ ઢેઢીને આરોગ્ય ક્ષેત્રે સુમિતાબેન બિપીનભાઈ ચૌધરીને કે  ટંકારામાં પોતાનો યથા યોગ્ય કિંમતી સમય આપી સેવા કરે છે તેવા મહિલાઓને સન્માન પત્રક આપી સન્માનિત કરાયા હતા.

તેમજ બહેનો માં પડેલી કળા ને ઉજાગર કરવા માટે હું નારી નારાયણી અંતર્ગત  “વેસ્ટ માંથી બેસ્ટ ” સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ દ્વારા કલા કૃતિ બનાવમાં આવી અને શ્રેષ્ઠ કૃતિ ને જોરદાર ઇનામ આપી સન્માનિત કરાયા. આ તકે ઇન્ડીયન લાયન્સ ક્લબના બહેનો શોભનાબા ઝાલા અને મયુરી બહેન કોટેચાએ નિર્ણાયકની ભૂમિકા અદા કરી તેમજ પોતાના તરફ થી પણ બહેનોને ઈનામ આપ્યા. ઉપરાંત ઓરપેટ કન્યા છાત્રાલય ની વિદ્યાર્થીઓ દ્વારા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ઉપર સરસ કૃતિ રજુ કરવામાં આવી. આ તકે પુસ્તક પરબ ટીમ દ્વારા તમામનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

(11:07 pm IST)