Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સાળંગપુર શ્રીકષ્‍ટભંજનદેવ હનુમાનજીના સાનિધ્‍યમાં રપ હજાર કિલો રંગથી રંગોત્‍સવ

કાલે સાંજે પુષ્‍પ હોલોત્‍સવની વિરાટ સભાઃ મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટશે

રાજકોટ તા. ૬ : વિશ્વ વિખ્‍યાત સાળંગપુર ધામમાં હનુમાનજી મંદિરમાં આ ૭ તારીખે ભવ્‍ય રંગોત્‍સવ ઉજવાશે આ માટે મંદિરના સંતો અને સેવકો દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવે છે. આ રંગોત્‍સવ માટેરપ હજાર કિલો ઓર્ગેનિક રંગ ખાસ ઉદયપુરથી મંગાવવામાં આવ્‍યા છે મંદિર પરિસરમાં આ રંગોત્‍સવની ઉજવણી થશે જેમાં શાષાી હરિપ્રકાશ સ્‍વામી અને કોઠારી વિવેકસાગર સ્‍વામી સાથે હજાર ભકતો દાદાની ભકિતના રંગે રંગાશે

તા. ૭ માર્ચના રોજ સાંજે પ વાગ્‍યે પુષ્‍પદોલોત્‍સવની વિરાટ સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેના માટે વિશાળ મેદાનને સ્‍વચ્‍છ અને સમથળ કરી સભામંડપ તરીકે ઉપયોગમાં લેવાયો છે. તેમાં સૌ ભકતો ભગવાન તથા ગુરૂના ચરિત્રોનું સ્‍મરણ કરશે તથા પૂ. મહંતસ્‍વામી મહારાજના સંગે ભકિત તથા જ્ઞાનના રંગે રંગાશે. આમ, ભારતી ધુળેટીના તહેવારને ભકિત મેળવીને ઉત્‍સવનું સ્‍વરૂપ અપાશે.

આ મહોત્‍સવમાં દેશના વિભિન્ન પ્રદેશોમાંથી મોટી સંખ્‍યામાં આવનારા હરિભકતોને કોઇ અગવડ ન પડે તે માટે અત્‍યારે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ૩૦ જેટલા સેવા વિભાગોની રચના કરવામાં આવી છે. વિવિધ ક્ષેત્રોના નિષ્‍ણાંત અને અનુભવી સંતો તથા અન્‍ય સ્‍વયંસેવકો આ વિભાગોમાં સેવા આપી રહ્યા છે. ટ્રાફીકના પ્રશ્નને પહોંચી વળવા પાર્કિંગની વ્‍યવસ્‍થા થઇ છે. તો સ્‍વાસ્‍થ્‍ય સંબંધી તબીબી વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે, જેમાં તબીબો અને ઇમરજન્‍સી મેડિકલ વાહન પણ ચોવીસ કલાક સેવામાં રહેશે. છેલ્લા અઠવાડીયાઓથી ઘણા સ્‍વયંસેવકો રાત-દિવસ સેવા કરી રહ્યા છે.

(3:37 pm IST)