Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સત્‍સંગ સાથે ધર્મ અને ભકિતનો સથવારો હોય તો દરેક પુણ્‍યશાળી જીવાત્‍મા અક્ષરધામ સુધીની જીવનયાત્રા પૂર્ણ કરે છે : મહંત સ્‍વામી શ્રી ધર્મનંદનદાસજી

ભુજમાં ૯૨ વર્ષીય સ્‍વામી પ્રેમપ્રકાશદાસજી અક્ષરનિવાસી થતાં હરિભકતો પાલખીયાત્રામાં ઉમટયા : ૭૧ વર્ષ સુધી સન્‍યસ્‍તજીવન પાળનાર સ્‍વામીની આવતીકાલે ગુણાનુવાદ સભા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ ૬ : સંતોના સાંનિધ્‍યમાં જીવન પૂર્ણ થાય તેવું દરેક હરીભક્‍તોઇચ્‍છતા હોય છે , એવા જ એક સંત આજે આપણી વચ્‍ચે થી અક્ષર નિવાસી થયા છે.

સતત સેવા સાથે સત્‍સંગ પ્રચાર અને પ્રસારના અર્થે ૭૧ વર્ષ સુધી ભુજ મંદિરમાં રહી સદ્‌. સ્‍વામી પ્રેમપ્રકાશ દાસજી મંદિરો બંધાવવાની ખુબ સેવાઓ કરેલ, ૯૨ વર્ષની વયે તેઓ  ભગવાનનું સ્‍મરણ કરતાં અક્ષરધામ સિધવતા આજરોજ હજારોની સંખ્‍યામાં નમ આંખે હરી ભક્‍તો અને સત્‍સંગીઓ તેમની અંતિમ યાત્રા માં જોડાયા હતા.

ભુજ સ્‍વામિનરાયણ મંદીરેથી બપોરે ૨ વાગે અંતિમ યાત્રા નીકળી રાવલ વાડી ચોકડી પાસે આવેલ સંત અંતિમઘાટે પહોંચી હતી, ત્‍યાં તેમનાં મંડળ ના સંતો એ ધાર્મિક શાષાોક વિધિથી તેમના પાર્થિવદેહને પ્રજવલિત કરી સ્‍વામીના પાર્થિવ શરીરને અંતિમ વિદાય આપી હતી, આ અંતિમ યાત્રા માં ભુજ મંદિરના મહંત શ્રી ધર્મનંદન દાસજી, ઉપ મહંત શ્રી ભગવતજીવનદાસજી, પાર્ષદ જાદવજી ભગત, મંદિરના કોઠારી સ્‍વામી શ્રી. દેવપ્રકાશદાસજી,  વડીલ સંતોમાં માંડવી મંદિરના મહંત શ્રી દેવકૃષ્‍ણદાસજી, શ્રી હરિ સ્‍વામી, અંજાર મંદિરના મહંત શ્રી , નિરમુક્‍ત દાસજી, સ્‍વામી શ્રી પરષોત્તમદાસજી, મુક્‍ત વલ્લભ દાસજી, પ્રસાદી મંદિરના મહંત સ્‍વામી શ્રી વિશ્વપ્રકાશદાસજી, રાપર મંદિરના મહંત કે. પી સ્‍વામી, લક્ષ્મીપ્રસાદ સ્‍વામી, ડો.સત્‍પ્રકાશદાસજી, સુકદેવ પ્રસાદદાસજી, દિવ્‍યસ્‍વરૂપદાસજી, અમદાવાદ મંદિરના નિરગુણસ્‍વામી, જેતલપુર મંદિર ના મહંત પુરૂષોત્તમપ્રકાશદાસજી, ગાંધીનગર મંદિરના મહંત શ્રી પી. પી. સ્‍વામી, મુડી મંદિરના મહંત શ્રી હરી પ્રકાશસ્‍વામી, વિગેરે ધામ ધામથી સંતો ભુજ મંદિરના ટ્રસ્‍ટીઓમાં મુખ્‍ય કોઠારી મુળજીભાઈ શિયાણી, ઉપ કોઠારી જાદવજીભાઈ ગોરસીયા, સલાહકાર શ્રી રામજીભાઈ વેકરીયા, શશીકાંતભાઈ ઠક્કર , રાજુભાઈ દવે, અનિલભાઈ બાવા, શ્રી કચ્‍છ શ્રી. નરનારાયણ દેવ યુવક - યુવતી મંડળ સાથે મહિલા મંડળે પણઅંતિમ યાત્રા માં જોડાયેલ હતા સ્‍વામીની ગુણાનુવાદ સભા તા. ૭/૩ મંગળવાર સવારે ભુજ મંદિર ખાતે રાખવામાં આવેલ છે.

(3:00 pm IST)