Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જેતપુરમાં હોળી-ધુળેટીના તહેવાર બે દિવસ ઉજવાશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૬: રંગોનો તહેવાર ધુળેટીની ઉજવણી ખુબ ધામધુમ પુર્વક કરવામાં આવે છે. શહેરમાં સાર્વજનીક તેમજ હવેલી સ્‍વામી નારાયણ મંદીરમાં પણ તહેવારની ઉજવણી કરાય છે. આ વર્ષે આ તહેવાર અંગે લોકોના જુદા જુદા મતો હોય કોઇ સોમવાર તો કોઇ મંગળવારે હોળી થતી હોવાની ચર્ચા કરે છે. આ અંગે સ્‍પષ્‍ટતા કરવા શહેરના સુદામાનગર વિસ્‍તારમાં આવેલ શ્રી પુરૂષોતમધામ હવેલીના પુ.કૃષ્‍ણકુમારજી મહોદય, ભાદરકાંઠા વિસ્‍તારમાં આવેલ શ્રી ગોવિંદ કુંજ મોટી હવેલીના પુ.પુસ્‍કલાબેટીજી તેમજ બાવાવાળા પરામાં આવેલ શ્રી મથુરેશજી હવેલી દ્વારા બન્ને તહેવારોની ઉજવણી અંગે જણાવેલ કે તા.૭-૩ મંગળવારના રોજ હોળી પ્રકટાવવાનું મુહુર્ત હોય તેમજ તા.૮-૩ બુધવારના રોજ ધુળેટી (ડોલોત્‍સવ) હોય મંગળવાર અને બુધવારે બન્ને ઉત્‍સવો ઉજવાશે.

આ અંગે સ્‍વામી નારાયણ મંદીર ગાદી સ્‍થાનના સંતશ્રી નિલકંઠ ચરણદાસજી સ્‍વામી તથા શ્રી વિવેક સાગર સ્‍વામીએ જણાવેલ કે હોળી અને ધુળેટી એ આપણો પારંપરીક ઉત્‍સવ છે હોળી એટલે અસત્‍ય ઉપર સત્‍યના વિજયનો  ઉત્‍સવ રંગોત્‍સવ (ધુળેટી)એ ભકત પ્રહલાદના વિજયની સ્‍મૃતી તથા ભગવાન શ્રીકૃષ્‍ણ, ભગવાન શ્રી સ્‍વામી નારાયણ ભકતોની સાથે રંગે રમ્‍યા તેનો ઉત્‍સવ, પુષ્‍પ ડોલોત્‍સવ એટલે બદ્રીકાશ્રમમાં ધર્મદેવ અને મુર્તી દેવી થકી નર અને નારાયણ ભગવાનનું પ્રાગટય થયું તેનું પુષ્‍પના હિંડોળે ઝુલાવ્‍યા તેનો ઉત્‍સવ શ્રી સ્‍વામી નારાયણ ગાદી સ્‍નાન ખાતે તા.૮-૩ ના રોજ સવારે ૯ થી ૧ રંગોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે.

શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં સાર્વજનીક હોળીના આયોજકોએ પણ આવતીકાલ તા.૭-૩ મંવળવારના રોજ  હોળી પ્રકટાવવાનું નક્કી કરેલ છે. જેથી શહેરમાં મોટા ભાગે આવતીકાલે જ હોળી પર્વ ઉજવાશે.

(2:02 pm IST)