Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જસદણ ચોરીના ગુન્‍હામાં ૧૮ વર્ષથી નાસતો ફરતો આરોપી તેલગણા રાજ્‍યમાંથી પકડાયો

રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે શેરશીંગ ઉર્ફે શેરૂ ખીસ્‍સાને દબીચી લઇ જસદણ પોલીસને સોપ્‍યુ

રાજકોટ,તા.૬ : જસદણ ચોરીના ગુન્‍હામાં ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને રૂરલ ક્રાઇમ બ્રાંચે તેલગંણા રાજ્‍યમાંથી દબોચી લીધો હતો.

રાજકોટ રેન્‍જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદ તથા જીલ્લા પોલીસ અધિકક્ષ જયપાલસિંહ રાઠોડ દ્વારા જીલ્લાના ગુન્‍હામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી લેવા આપેલ સુચના અન્‍વયે એલ.સી.બી. પો. ઇન્‍સ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પો.સબ. ઇન્‍સ. એચ.સી. ગોહીલ, એલ.સી.બી. નાસતા ફરતા આરોપીઓ તથા લાંબા સમયથી જેલમાંથી જામીન પરથી ફરાર થયેલ કેદીઓની તપાસમાં હતા. તે દરમ્‍યાન જસદણ પોસ્‍ટે ફસ્‍ટ ગુ.ર.નં- ૧૦૯/૨૦૦૫ IPC કલમ ૩૮૦, ૪૫૭, ૧૧૪ મુજબના ગુન્‍હામાં છેલ્લા ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપી શેરસીંગ ઉર્ફે શેરૂ હાજરસીંગ ખીસ્‍સી રહે-મેડક તા-જી.-મેડક (તેલગણા) તેલગણા રાજ્‍યમાં હોવાની બાતમી મળતા તાત્‍કાલીક સ્‍થળ ઉપર પહોંચી આરોપીને દબોચી લઇ જસદણ પોલીસને હવાલે કર્યો હતો.

આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્‍કવોડના પો.સબ.ઇન્‍સ. ડી.પી. ઝાલા, હેડ કોન્‍સ જયેન્‍દ્રસિંહ વાઘેલા, હેડ કોન્‍સ વિરાજભાઇ ધાધલ, રૂપકભાઇ બોહરા, પો. કોન્‍સ. મહેન્‍દ્રસિંહ સોલંકી, રિયાઝભાઇ ભિપૌત્રા અબ્‍બાસભાઇ ભારમલ, ડ્રા. પો. કોન્‍સ દિલિપસિંહ જાડેજા, વિરામભાઇ સામેચા તથા નરેન્‍દ્રભાઇ જોડાયા હતા.

(1:43 pm IST)