Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મોરબીના નિતિનનગરમાંથી તસ્‍કરો બુલેટ હંકારી ગયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૭ : મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ે તસ્‍કરો પોલીસને ખુલ્લો પડકાર ફેકતા હોય તેવા ઘાટ ઘડાઈ રહ્યા છે ત્‍યારે ફરી એક બુલેટ બાઈકની ચોરી થયાની ઘટના સામે આવી છે.

મોરબીના નાની વાવડી ગામે રહેતા ફરિયાદી અજયભાઇ પ્રવિણભાઇ સોલંકીએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમણે રૂપિયા ૯૦,૦૦૦ની કિંમતનું તેમનું રોયલ ઇન્‍ફીલ્‍ડ ક્‍લાસીક ૩૫૦ બુલેટ GJ-01-MZ-0072ને રાજપર રોડ નિતીનનગર ખાતે પાર્ક કરેલું હતું. જેની ચોરી થઈ છે. જે મામલે પોલીસે  વધુ તપાસ હાથ ધરી છે

(1:35 pm IST)