Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મોરબીના લાલપર પાસે કારખાનામાં આગ ભભૂકી

મોરબીઃ લાલપર ગામ પાસે આવેલ રંગોલી લેમિનેટમાં અગમ્‍ય કારણોસર આગ લાગી હતી.આગે થોડીવારમાં ઉગ્ર સ્‍વરૂપ ધારણ કરી લેતા અંદરથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડ્‍યા હતા.આગને પગલે અફરાતફરી મચી હતી. આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર વિભાગનો સ્‍ટાફ ઘટનાસ્‍થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.જોકે આગનું ચોક્કસ કારણ જાણવા મળ્‍યું નથી. આગને પગલે મોટું નુકસાન થયાનો અંદાજ લાગવામાં આવી રહ્યો છે. ફાયર ટીમે કલાકોની જાહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. તસ્‍વીરમાં આગને કાબુમાં લેતા ફાયરબ્રિગેડના જવાનો નજરે પડે છે.

(1:26 pm IST)