Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

પોરબંદરઃ અત્‍યાર સુધીના બાંધકામોને ઇમ્‍પેકટ ફી લીધા વિના રેગ્‍યુલરાઇઝ કરી આપવા અર્જુનભાઇ મોઢવાણીયાની માગણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૬ :.. નગરપાલિકાની બાંધકામ મંજૂરી પ્રશ્ને ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવીને અત્‍યાર સુધીના બાંધકામોને ઇમ્‍પેકટ ફી લીધા વિના રેગ્‍યુલરાઇઝ કરી આપવાની માગણી કરી છે.

પોરબંદરમાં બાંધકામની પરવાનગીનો મુદો હાલ વિવાદમાં છે. તાજેતરમાં જ પોરબંદર-છાંયા નગરપાલીકાના ચીફ ઓફીસરે પીજીવીસીએલ અને લીડ બેન્‍કને એવો પત્ર લખેલો છે કે બાંધકામ અંગે ચીફ ઓફીસરની સહી વાળી પરવાનગી હોય તો વિજ કનેકશન આપવું. જેને લઇને હાલ ગ્રાહકોને બિલ્‍ડરો મુશ્‍કેલીમાં મુકાયા છે. આ મુદ્‌્‌ે પોરબંદર બિલ્‍ડર એસો. એ ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયાને રજૂઆત કરી હતી. ત્‍યારબાદ અર્જુનભાઇ મોઢવાડીયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્‍યું હતું કે, બાંધકામની પરવાનગીને લઇને હાલ જે વિવાદ છે તેમાં પોરબંદર છાંયા નગરપાલીકાએ ઇમ્‍પેકટ ફી લીધા વિના ર૦ર૩ સુધીના તમામ બાંધકામો રેગ્‍યુલરાઇઝ કરી દેવા જોઇએ. અને હવે પછીના જે બાંધકામો છે.

ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્‍યું હતું કે પોરબંદર છાંયા નગરપાલીકા ભાજપ શાસિત છે. તેમના ભ્રષ્‍ટ્રાચારને કારણે અત્‍યાર સુધી આડેધડ મંજૂરીઓ આપી દીધી છે. અને મંજૂરી આપતી વેળાએ ટી. પી. કમીટીએ બિલ્‍ડરો અને ગ્રાહકોને એવી બાંહેધરી આપી હતી કે તેમને કોઇ ચેલેન્‍જ કરી શકશે નહીં. બાંધકામ બાબતે અત્‍યાર સુધી મંજૂરીઓ આપી દીધી અને મોટી રકમ લઇ લીધી છે ઉપરાંત કેટલાંક લોકો સાથે પક્ષપાત રાખીને બાંધકામ મંજૂરી આપી દીધી છે.

(1:24 pm IST)