Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

પોરબંદરમાં એન.એસ.યુ.આઇ.ના કાર્યકરો ડી.જે.ના તાલે પ્રજ્ઞાચક્ષુઓ સાથે હોળી રમ્‍યા

પોરબંદર,તા. ૬ : અંધજન ગુરુકુળમાં એનએસયુઆઇના કાર્યકરોએ ડી.જે. તાલે પ્રજ્ઞાચક્ષુઓ સાથે ઉમંગભેર હોળી રમી હતી.

હોળી પર્વમાં પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં રંગ પુરવાનું કાર્ય એનએસયુઆઇ કાર્યકરો દ્વારા કરાયું હતું. સૌ મિત્ર સાથે કે પરિવાર સાથે હોળી ઉજવતા હોય છે પરંતુ આ લોકો સાથે કોઇ રમતુ નથી જે લોકોના જીવનમાં સદાયને માટે અંધકાર છે અને તેને રંગ શું છે તે ખબર જ નથી. તેઓના જીવનમાં રંગ પુરવા તેમજ તેમનો ઉત્‍સાહ વધારવાનું કાર્ય એનએસયુઆઇ ટીમના તમામ સદસ્‍યો દ્વારા કરાયું હતું ! તેમજ એનએસયુઆઇ હંમેશા તેમને પરિવાર સમજીને તેમની સાથે હળીમળી હોળી રમવાનું આયોજન કરતુ આવ્‍યું છે. પ્રજ્ઞાચક્ષુ ગુરુકુલના તમામ વિદ્યાર્થીઓને ડીજેના તાલે જુમાવ્‍યા હતા અને તેમને મોજમસ્‍તી કરાવી હતી.

ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ મહામંત્રી કિશનર રાઠો અને ટીમના જયદિપ સોલંકી, ઉમેશરાજ બારૈયા, રાજ પોપટ, યશ ઓઝા, હરિશ શાહ, ભરત વદર, પાર્થ, જીલ, દિવ્‍યેશ સોલંકી સહિત ટીમને આવું પ્રજ્ઞાચક્ષુ ગુરુકુલના વિદ્યાર્થીઓ માટે હોળી ખેલવાનું કાર્ય આયોજન કરવા બદલ એનએસયુઆઇ ટીમનો અંધજન ગુરુકુલના સંચાલક કમલેશભાઇ ખોખરી અને પ્રજ્ઞાચક્ષુઓએ આભાર વ્‍યકત કર્યો હતો. તેમજ ડીજેના તાલે રમાડવા બદલ આર્ય ડી.જે.ના ગિરધરભાઇ શિંગરખિયા, સાગરભાઇ સહિત ટીમ અને તેમજ હંમેશા હોળીના કાર્યક્રમની ફોટોગ્રાફી કરનાર જયદિપભાઇ શિંગડિયાનો પણ આભાર વ્‍યકત કર્યો હતો.

(1:24 pm IST)