Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

૧૦ વર્ષથી બે ફરારી આરોપીને કડીથી જામનગર પોલીસે પકડયા

જામનગર તા. ૬ : દાહોદ જિલ્લાના ગરબાડા પો.સ્‍ટે. સેકન્‍ડ ગુન્‍હા નં. ૩૦/ર૦૧૩ ઇ.પી.કો.કલમ ૩ર૩,પ૦૪, પ૦૬ (ર) તથા જી.પી.એકટ ૧૩પ (૧) મુજબ મારામારીના ગુન્‍હામાં છેલ્લા ૧૦ વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીઓ મહેશ ભાવસીંગભાઇ દેહધા તથા કેવન ભાગસીંગભાઇ દેહધા રહેવાસી બન્‍ને મુળીયા ફળીયુ દેવધા ગામ તા. ગરબાડા જી.દાહોદ વાળા હાલ ઇરાણા ગામ રોડ કે.બી.સી. મીલમાં તા.કડી જી.મહેસાણા ખાતેથી મળી આવતા આરોપીઓને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ ગરબાડા પોલીસ સ્‍ટેશન જાણ કરી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે સોપી આપેલ છે.

આ કામગીરી પેરોલ ફર્લો સ્‍કવોડના પો.સ.ઇ. એલ.જે.મિયાત્રા, એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા તથા પો.હેડ. કોન્‍સ. ગજેન્‍દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્‍લોચ, ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કોન્‍સ. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્‍દ્રભાઇ વૈષ્‍ણવ હેડ કોન્‍સ. અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્‍સ નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્‍સ બળવંતસિંહ પરમારનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(1:23 pm IST)