Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

પોરબંદરમાં જુગાર રમતા ૭ શખ્‍સો ૩રપ૦૦ ની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર તા. ૬ : ઝૂંડાળા વિસ્‍તારમાં જુગાર રમતા ૭ શખ્‍સોને રૂા.૩રપ૬૦ ની રોકડ સાથે પોલીસે પકડી પાડયા છે.

ઝૂંડાળામાં ગામે મનોજ ઉર્ફે ઘોઘો રમેશ ગોસ્‍વામીના મકાનમાં જુગારધામ ચાલુ હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા મનોજ ગોસ્‍વામી ઉપરાંત વેલજી રતનશી વારા, બાબુ વીરા રાઠોડ, રાજેશ ઉર્ફે રાજુ ભીખુ મકવાણા, મહેશ નાથા મકવાણા, સંજય કેશુ મકવાણા અને મનસુખ ઉર્ફે મુન્નો રામજી બોરચીયાને ઝડપી લઇ રૂ.૩રપ૬૦ ની રોકડ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. છાયા વિસ્‍તારમાંથી અને રાણાવાવ રેલવે સ્‍ટેશન પાસેથી વરલી મટકાનો જુગાર રમાડતા વિજય જેન્‍તી ભટ્ટ અને મહમદ ઇસ્‍માઇલ હાલેપૌત્રાને ઝડપી લીધા હતા.

(1:21 pm IST)