Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સોરઠમાં સવારથી વાદળીયુ વાતાવરણ

(વિનુ જોષી) જુનાગઢ,તા. ૬ : આજે સવારે જૂનાગઢ સહિત સોરઠભરમાં વાદળીયુ વાતાવરણ રહ્યું હતું.રવિવારે તોફાની પવન ફુંકાયો હતો. જેના કારણે ઘઉં તથા કેરીના પાકને અસર થઇ હતી. પવનની આંબા પરથી નાની કેરીઓ ખરી ગઇ હતી.આજે સવારથી આકાશમાં વાદળા છવાય જતા ખેડૂતોના જીવ ઉચક થઇ ગયા છે. દરમ્‍યાન સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૯.૯ ડિગ્રી રહ્યું હતું. ગિરનાર પર ૧૪.૪ ડિગ્રી તાપમાન રહેશ. સવારે વાતાવરણમાં ભેજ ૭૧ ટકા અને પવનની ઝડપ ૪ કિ.મી.ની રહેશે.

(2:14 pm IST)