Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગોંડલના વાસાવડ ગામે જાહેરમાં જુગાર રમતા પ પતાપ્રેમી પકડાયા

રાજકોટ, તા., ૬: ગોંડલના વાસાવડ ગામે જાહેરમાં જુગાર રમતા પ પતાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વાસાવડ ગામે મેલડી માંના મંદિરે જવાના રસ્‍તે જાહેર જુગાર રમાતો હોવાની બાતમી મળતા તાલુકા પીએસઆઇ મહિપાલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પો.કો. પ્રવિણભાઇ મકવાણા સહીતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા નિલેશ હરીભાઇ આજગ્‍યા, ઘનશ્‍યામ ચીમનભાઇ વીરડીયા, અતુલ ગોરધનભાઇ જાદવ, હમીર તેજાભાઇ સરસીયા, તથા મેહુલ ભરતભાઇ નાગાણીને રોકડા રૂપીયા ૩૬,૭૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:57 am IST)