Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગુજરાત એ ભારતને મહત્‍વપુર્ણ યોગદાન આપનારૂ રાજયઃ રામ માધવ

પૂ. રમેશભાઇ ઓઝાના સાનિધ્‍યમાં સાન્‍દીપનિ વિદ્યા નિકેતન ખાતે સંસ્‍કૃતિ પર્વનો પ્રારંભ

 

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૬ : સાંદીપનિ વિદ્યાનિકેતનના આંગણે જ્ઞાન, સાહિત્‍ય, સંસ્‍કૃતિ અને ચિંતનું પર્વ એટલે કે સંસ્‍કૃતિ પર્વનો પ્રારંભ ઋષિકુમારોના વેદ પાઠ સાથે અને પૂજ્‍ય ભાઇશ્રી, ગુજરાત સાહિત્‍ય અકાદમીના અધ્‍યક્ષ ભાગ્‍યેશભાઇ જહા અને અતિથિ વિશેષ રામ માધવે દ્વારા દીપ પ્રાગટય સાથે થયો.

ભારતીય સંસ્‍કૃતિના સાહિત્‍યના અદભૂત આયામ વિષે આયોજીત સંગોષ્‍ઠિ એટલે સંસ્‍કૃતિ અને સાહિત્‍યના સંગમની આ જ્ઞાનગોષ્‍ઠિની ભૂમિકા સ્‍પષ્‍ટ કરતા ભાગ્‍યેશભાઇ જહાએ જણાવ્‍યું કે ભારતમાં સાંસ્‍કૃતિક સંરક્ષણ કેવી રીતે કરવું તેના જે ટોપથીન્‍કર્સ છે તેમાંના એક રાષ્‍ટ્રીય સંત પૂજ્‍ય ભાઇશ્રી છે અને બીજા રામ માધવજી છે. આ સંસ્‍કૃતિ ચિંતનનો પ્રયોગ બીજો પ્રયોગ છે. જ્‍યારે આપણે વિધ્‍ધાન ચિંતકોને બોલાવી આ પ્રકારની ગોષ્‍ઠિનું આયોજન કર્યું છે.

પૂજય ભાઇશ્રીએ જણાવ્‍યું કે સંસ્‍કૃતિ ચિંતનનો પ્રારંભ થયો ત્‍યારબાદ કોવિડના કારણે ત્રણ વર્ષ સુધી કાર્યક્રમ કરી શકાયો નહીં. પૂજ્‍ય મોરારિબાપુને ત્‍યાં બધા સાહિત્‍યકારો એકત્રિત થઇને ચિંતન કરતા હતા. સમય-સમય પર કોઇ સાહિત્‍યસર્જક સાથે વાર્તાલાપ થતો ત્‍યારે તેઓ પણ તેમની ભાવના પ્રગટ કરતા કે કયારેક સાંદીપનિમાં અમને પણ આવવાનો અવસર મળે એટલે વર્ષમાં એક વાર નહીં સુદામાની ભૂમિમાં મહાત્‍મા ગાંધીના જન્‍મસ્‍થળમાં વર્ષમાં એક વાર આપણે બે દિવસ સાત્‍વિક-તાત્‍વિક ચિંતન કરીએ અને માનવજીવનના પ્રત્‍યેક પાસાને સ્‍પર્શ કરનારા સાહિત્‍ય, જિંદગીના દરેક પાસાની પોતાની એક સમસ્‍યા હોય છે. અને એ સમસ્‍યાનું સમાધાન ઋષિઓની લઇને વર્તમાનમાં આપણા સૃજનશીલ સાહિત્‍ય મનીષી દ્વારા મળતુ રહ્યું છે. એક પંકિત હું વારંવાર કહેતો હોઉ છુ..

રામ માધવે ભારત, ભારતીય અને ભારતીયતા' પર વકતવ્‍ય આપતા જણાવ્‍યું કે ગુજરાત ભારતને મહત્‍વપૂર્ણ યોગદાન આપનારૂં  રાજય હમેશાથી રહ્યું છે. ગુજરાતે ભારતને ત્રણ-ત્રણ પ્રધાન મંત્રી આપ્‍યા, સરદાર પટેલ, મોરારજી દેસાઇ અને નરેન્‍દ્ર મોદી. તેઓએ જણાવ્‍યું કે મહાત્‍મા ગાંધીજી જમીનથી જોડાયેલા વ્‍યકિત હતા. એમને પોતાની ભૂમિ અને ભાષા પર ગર્વ હતો. વધુમાં તેઓએ જણાવ્‍યું કે ભારત એ ચીજ છે જેને ફકત સમજવું પર્યાત્‍ય નથી. તેની અનુભૂમિ કરવી અને તેને જીવવું તેને ભારતીયતા કહે છે. સ્‍વામી રામતીર્થ કહેતા કે હું સંપૂર્ણ ભારત છું.

ભદ્રાયુ વચ્‍છરાજાનીએ ગાંધીજીમાંથી સંસ્‍કૃતિ બોઘ' એ વિષય પર ઉદબોધન કરતા જણાવ્‍યું કે સંસ્‍કૃતિની વાત આવી છે સંસ્‍કારની વાત આવી તે શાષા પ્રામાણ્‍યવાત આવી છે. સૌથી પહેલા રાજા રામમોહનરાયે વેદાંતરસારના અનુવાદની પ્રસ્‍તાવના લખી અને એ પ્રસ્‍તાવનાની અંદર કહયું કે સંસ્‍કૃતિ અને બુધ્‍ધિ બન્ને નકકી કરેલા માર્ગે ચાલવાનો સર્વથા પ્રયાસ કરીએ તે સત્‍ય પણ શાષાની સાથે બુધ્‍ધિને જોડવાનું કામ પહેલી વખત રાજરામમોહનરાયે કહયું, કેશવચંદ્રે કહયું કે કેવળ બુધ્‍ધિપ્રામાણ્‍ય નહીં ચાલે પણ વિજ્ઞાન પ્રમાણ્‍ય પણ જરૂરી બનશે. એમણે એવી વાત કરી કે જો મારા ધર્મમતને લીધે વિજ્ઞાન નાશ પામતું હોય તો હું જીવનભર હૃદયમાં સંઘરેલો ધર્મમત નાશ પામે તે સ્‍વીકારવા તૈયાર છું. શાષાથી બુધ્‍ધિ અને બુધ્‍ધિથી વિજ્ઞાન, સ્‍વામી દયાનંદે આર્યસમાજની સ્‍થાપના કરી એમણે એવું કહ્યું કે વેદ શું કહે છે? એને માનીને આગળ જવાશે. રામકૃષ્‍ણ આવ્‍યા એમણે ધર્મની એકતા પ,ર ભાર મૂકયો. ગાંધીજી પણ સતત એમ કહેતા હતા કે બધા ધર્મોને ભેગા કરવાનું કામ આપણે કરવાનું છે. ગાંધીજીએ ગીતાનો અનુવાદ વાંચ્‍યો એનાથી તેમણે ગીતા તરફ આકર્ષણ થયું. ત્‍યાર પછી તેમણે બુધ્‍ધ ચરિત્ર વાંચ્‍યું. એવું નથી કે ભારતીય પરંપરાના પ,ુસ્‍તકોથી ગાંધીજીના સંસ્‍કાર ઘડાયા પર એમણે જે સંસ્‍કૃતિનો પરિચય કરવો હતો તેમાં તેમણે વિદેશી બાબતોનો પણ કોઇ છોછ ન રાખ્‍યો.

 હસિત મહેતાએ સરદારમાંથી કર્તવ્‍યબોધ' એ વિષય પર વકતવ્‍ય આપતા જણાવ્‍યું કે સરદાર-એના માટે આંધળા ગાંધીભકત કહુેવાયું છે. સદરાર આંખે પાટા બાંધી જે જોઇ શકે તે આપણે નરી આંખે જોઇ શકતા નથી. સરદારનો કર્તવ્‍ય બોધ આજે પણ સમનજવાનો પ્રયત્‍ન કરીએ તો તેમના ફુલ જેવા હૈગયામાં પથરીલી તાકાત હતી. તે તેમની પ્રામાણિકતા સમય પારખુપણાને લીધે હતી. ગાંધીજીનો આદશર્શ્રવાદ, નહેરૂનો સામાજવાદ અને સરદારનો પોતાની કર્મયોગ એ હંમેશા સાથે પણ રહ્યા છે અને સામે પણ રહ્યા છે.

બપોરના સત્રમાં અમૃત ગંગર અને દૃષ્‍ટિ પટેલે ભારતીય પરિપ્રેક્ષ્યમાં સિનેમા'એ વિષય પર મનોભાવો રજુ કરતા જણાવ્‍યું કે સિનેમા એ ફકત એન્‍ટરટેઇનમેન્‍ટ નથી એ ચિંતનું રંજન કરનારી કૃતિઓ પણ સિનેમામાં સર્જાય છે. આ મનોરંથજનથી ચિતરંજન સુધી જવાની યાત્રા છે.

દૃષ્‍ટિ પટેલે જણાવ્‍યું કે સત્‍યજીત રેએ એવું કહ્યું સાહિત્‍યકાર પોતાની કલ્‍પનાથી પાત્રોને શબ્‍દોમાં ઉતારે છે દિગ્‍દર્શક પાસે કશું નથી એમણે વાસ્‍તવિતા સર્જવી પડે છે. એ સેટ બનાવે છે, પાત્રોની પસંદગી કરે છે અને અભિનય દ્વારા જે જે સર્વે છે તેને આપણે અનુભવીએ છીએ. એ કપરૂં કામ છે. જયારે ભારત વિષે બીજા દેશની બહારના લોકો ફિલ્‍મ બનાવે એમાં ભારતીય પરિપ્રેક્ષ્ય કઇ રીતે આવે છે તેના પર કેટલી બધી ફિલ્‍મો બની છે.

જવાહર બક્ષીએ નરસિંહમાં અધ્‍યાત્‍મ'એ વિષય પર વકતવ્‍ય આપતા જણાવ્‍યું કે જે વિદ્વાનોએ સાધના કરી છે તે નરસિંહને થોડું પામ્‍યા છે. નરસિંહને બહુ જલ્‍દી ભગવાન મળી ગયા કેમકે એમના પુણ્‍યજન્‍મનો ઉદય કરેલો એમણે કોઇ સાધના કરી હશે. અને બે જાતના સાક્ષાત્‍કાર થાય છે અને શિવનો સાક્ષાત્‍કાર થાય છે અને શિવ અને કૃષ્‍ણની રાસલીલાનો સાક્ષાત્‍કાર કરે છે. નરસિંહ યોગી અને અવધૂતકક્ષાએ પહોંચેલો હતો. એની એક યોગની સાધના હતી. એ આવા જ આશ્રમમમાં વેદવેદાંત કાવ્‍યશાષા શીખેલા. કૃષ્‍ણની રાસલીલાનું દર્શન કરે છે. તેમણે નરસિંહ મહેતાને નવી રીતે પ્રસ્‍તુત કર્યા.

 

 

 

(11:25 am IST)