Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

વડિયા પોસ્ટ ઓફિસના નવા બિલ્ડીંગના નિર્માણ માટે રજૂઆત

(ભીખુભાઇ વોરા દ્વારા)વડિયા તા. ૬ : અમરેલીના વડિયામાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ જેનું બિલ્ડીંગ રાજાશાહી સમયથી છે. હાલ તે ખુબ જર્જરિત છે અને લોકો તથા કર્મચારીઓ ભાયના ઓથાર નીચે તેમાં કામ કરી રહ્યા છે. ત્યારે મીડિયા અહેવાલ બાદ વડિયાના પૂર્વ સરપંચ છગન ઢોલરીયા દ્વારા આ બાબતે સાંસદ નારણ કાછડીયાને રૃબરૃ મળી લેખિત રજુવાત કરી છે. આ ઉપરાંત ૯૫ અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાને પણ લેખિત રજુઆત કરતા  બંને નેતાઓ દ્વારા ટૂંકા ગાળામાં આ બાબતે કાર્યવાહી કરવા અને વડીયામાં અધ્યતન પોસ્ટનુ બિલ્ડીંગ મંજુર કરવા પ્રયત્ન કરવામાં આવશે તેવુ જણાવ્યું હતું.

(11:01 am IST)