Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગીર સોમનાથ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સંચાલન માટે શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઇ

જિલ્લાના કુલ ૪૪ કેન્દ્રો પર ધો.૧૦ અને ધો.૧૨ના કુલ ૩૪,૯૨૨ જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ તા ૩ : ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ - ૧૦ અને ધોરણ -૧૨ની જાહેર પરીક્ષાઓ તા.૧૪થી શરૃ થનાર છે.  આ પરીક્ષાના  સફળ સંચાલન  માટે  શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર અને મંત્રી પ્રફુલભાઇ પાનેશેરિયાના માર્ગદર્શન હેઠળ વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ તેમજ પરીક્ષા સમિતિના સભ્યોએ ભાગ લીધો હતો. અને  જિલ્લામાં પરીક્ષાની તૈયારીઓ અંગે તેના વ્યવસ્થાપન અંગે યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું.

આ વિડીયો કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળે સમયસર પહોંચી શકે તે માટે એસ.ટી.ની વ્યવસ્થા, પરીક્ષા અંગે કાઉન્સિલિંગ સેન્ટરો, કાયદા અને વ્યવસ્થાપન, વીજળી, વિદ્યાર્થીઓને આરોગ્ય સુવિધા, ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા જેવી બાબતો વિષે ચર્ચા કરવામા આવી તેમજ વિદ્યાર્થી  શાંતિપૂર્ણ અને તણાવમુકત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણમંત્રીએ સૂચનો આપ્યા હતા. જિલ્લા કલેકટર  રાજદેવસિંહ ગોહિલે આ વિડીયો કોન્ફરન્સમાં કહ્યું હતું કે ગીર-સોમનાથ જિલ્લામાં ૩૪૯૨૨ વિદ્યાર્થીઓની પરીક્ષા આપનાર છે તેમજ જિલ્લામાં કુલ ૪૪ પરીક્ષા કેન્દ્રો છે. જે પૈકી ૧૧૮૭ બ્લોક છે આ તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પી.જી.વી.સી.એલ. દ્વારા પાવર મેનેજમેન્ટ એસ.ટી વિભાગ દ્વારા વાહન વ્યવસ્થા, પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયંત્રણ અંગેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.

જિલ્લામાં  કુલ ૪૪ પરીક્ષા કેન્દ્રોનાં ૧૧૮૭ બ્લોકમાં આ પરીક્ષાઓ યોજાશે જેમા ૨૭ પરીક્ષા કેન્દ્રમાં ધો.૧૦ના ૧૯૭૩૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ૧૩ પરીક્ષા કેન્દ્રમાં  ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૩,૪૪૪ અને  ૪ પરીક્ષા કેન્દ્રમાં વિજ્ઞાન પ્રવાહના ૧,૭૪૪ વિદ્યાર્થીઓ એમ કુલ ગીર સોમનાથ જિલ્લામાં ૩૪,૯૨૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે  વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર દુર થાય અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લામાં ૩ કાઉન્સેલીંગ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જેમાં ઉના અને ગીર ગઢડા તાલુકા સમાવિષ્ટ કાઉન્સેલીંગ સેન્ટર  શાહ એમ.એમ.હાઈસ્કુલ મો.૯૨૮૬૨ ૦૬૬૩૭, કોડીનાર ખાતે તેમજ વેરાવળ, તાલાળા, સુત્રાપાડા તાલુકા સમાવિષ્ટ કાઉન્સેલીંગ સેન્ટર વિનોબા વિ.મંદિર મો ૯૪૨૮૫ ૨૨૬૩૪ ,સીમાર અને કોડીનાર તાલુકા સમાવિષ્ટ કાઉન્સેલીંગ સેન્ટર મ્યુ.ગર્લ્સ હાઈસ્કૂલ મો.૯૮૨૪૫ ૭૦૪૯૧ કોડીનાર અને જિલ્લા એક કંટ્રોલ રૃમ ૦૨૮૭૬૨ ૨૧૦૯૫ જિલ્લ શિક્ષણ અધિકારીની કચેરી ખાતે કાર્યરત છે.

આ વિડીયો કોન્ફરન્સમાં નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.કે.વાજા, શિક્ષણ નિરિક્ષક અપારનાથી, જિલ્લા શિક્ષણાધિકારી અને સભ્ય સચિવ જિલ્લા પરીક્ષા સમિતિ આર.એ.ડોડીયા તેમજ પરીક્ષા સમિતિના સભ્યો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:14 pm IST)