Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

વેરાવળમાં ડસ્ટબિનનું વિતરણ

 પ્રભાસ પાટણ : ઇન્ડિયન રેયોન સંચાલિત જનસેવા ટ્રસ્ટએ વેરાવળ તાલુકાના ગામડાઓમાં અનેકવિધ સામાજિક પ્રવૃતિઓ કરે છે અને ગ્રામ્ય જીવન ધોરણ ઊંચું લાવવામાં મદદરૃપ થાય છે. તાજેતરમાં ગ્રામ પંચાયતોને વેસ્ટ મેનેજમેન્ટ સહાયના ભાગરૃપે વેરાવળ તાલુકાના ૪ ગામો ડારી, ઉમરેઠી, બીજ અને આજોઠામાં કુલ ૩૨૦૦ ડસ્ટબિનનું ઇન્ડિયન રેયોનના પદાધીકારીઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગામોમાં વાહન દ્વારા ઘરે ઘરેથી કચરો એકઠો કરીને તેના વ્યવસ્થાપનની જવાબદારી આ ગ્રામ પંચાયતો દ્વારા  લેવામાં આવશે.દરેક ઘર માટે ડસ્ટબિન પૂરી પાડવા માટે  ગ્રામ પંચાયતે જનસેવા ટ્રસ્ટ નો આભાર માન્યો હતો. આ પ્રોગ્રામ  જન સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટી  અજયકુમાર સિંહાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.(તસ્વીર-અહેવાલ : દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:06 am IST)