Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

માળીયા હાટીનાના પ્રશ્નોની મુખ્યમંત્રીને રજૂઆત

માળીયાહાટીના : માળીયાહાટીનાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગાઠીયા અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને  માળીયા હાટીનાના તાલુકા ભાજપના પ્રમુખ રાજેશભાઈ ભાલોડીયા,ધરમપુરના સરપંચ દેવાયતભાઈ વાઢેર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગાંધીનગર ખાતે રૃબરૃ મળીને માળીયાહાટીનાના પ્રશ્નોની રજૂઆતો કરી છે. ભાખરવડ ડેમમાંથી કેનાલ,  વ્રજમી ડેમમાંથી કેનાલ દ્વારા, સૌની યોજનાને પાણી આપવું  અને નવા ગાળો દર ગામનો પેકો રસ્તો બનાવવો, અને માળીયા હાટીનાથી કડાય  ગળું સુધીનો રોડનું સ્ટેટ હાઇવેમાં રૃપાંતર કરવું, મેંદરડાથી જલંધર ગીર લાડુડી ગીરના રોડનું સ્ટેટ હાઇવેમાં રૃપાંતર કરવું, તાલુકાના ડેમો ઊંડા કરવા,  માળીયા હાટીના રેલવે સ્ટેશને તાત્કાલિક સોમનાથ બાંદ્રા ટ્રેનનો સ્ટોપ આપવો, આવા અનેક પ્રશ્નોની આ આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૃબરૃ મળીને રજૂઆતો કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યોગ્ય કરવાની ખાતરી આપી છે.(તસ્વીર-અહેવાલ : મહેશ કાનાબાર માળીયા હાટીના)

(10:56 am IST)