Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ધ્રોલના લતીપર વાડીમાંથી જમાઇએ સસરાનું કર્યું અપહરણઃ ગણતરીના કલાકોમાં પોલીસે ત્રણ આરોપીને દબોચી લીધા

ધ્રોલ,તા.૬: પંથકના લતીપર ગામે વાડીના મજૂરી કામ કરતા આદિવાસી યુવાને તેમના જમાઈ તથા છ થી સાત અજાણ્‍યા શખ્‍સોએ રૂપિયા બે લાખની ઉઘરાણી વસૂલવામાં ઇકો કારમાં આવી બળજબરીપૂર્વક અપરણ કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે ત્રણ શખ્‍સોને દબોચી લીધા અપહરણ કરી ગયેલા ઈકો ગાડી પકડી અને બાકિના આરોપીને પકડવા માટે પોલીસે આગળની તપાસ હાથ ધરેલ.

પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલ થી ૧૫ કિલોમીટર દૂર આવેલા લતીપર ગામના મનીષભાઈ દામજીભાઈની વાડીએ ખેત મજૂરી કામ કરતા મૂળ દાહોદ જિલ્લાના સજોઈ ગામના શનીયાભાઈ જીથરાભાઈ મોહનિયા નામના ૪૫ વર્ષના આદિવાસી તેની પત્‍નીને અને સંતાનો સાથે વાળી રાખી મજૂરી કામ કરી રહ્યા છે. દરમિયાન ૫ તારીખને રાત્રિએ ખેતરમાં શનિયાભાઈ અને તેના પુત્ર જીરાના પાકનું રખોપુ કરતા હતા ત્‍યારે રાત્રીના અલીરાજપુરના કાઠીયાવાડના કુવા ગામે રહેતા મુકેશભાઈ મોહનભાઈ મેહેડા તથા અન્‍ય છ સાત શખ્‍સો સાથે ઇકો કારમાં વાડીએ આવ્‍યા હતા દરમિયાન રમીલાબેન ની પુત્રી શીલા તાજેતરમાં કુહા ગામની લતીપર પરત આવી ગયેલ હોય અને સમાધાન બે લાખ રૂપિયા મુકેશને પાછા આપવાના બાકી હોવાથી આ રકમની ઉઘરાણી કરી હતી રૂપિયા નહીં હોવાથી મુકેશ મોહનભાઈ મહેડા તથા તેના સાથીદારોએ બળજબરીપૂર્વક શનિયાભાઈ જીથરાભાઈને કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા.

ધ્રોલ પોલીસમાં રમીલાબેન શનિયાભાઈ એ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.. જેને લઈ ધ્રોલ પી.એસ.આઈ પનારાએ આરોપી ને પકડવા માટે અલગ-અલગ ટીમો દ્રારા ગણતરી ની કલાકો મા ત્રણ આરોપી તથા ઈકો કારને કબ્‍જે કર્યા પકડાયેલા આરોપી - (૧) થાનસીગ જીરુભાઈ મેહડા, (૨) મુકેશભાઈ મોહનભાઈ મેહડા, (૩) જગદીશ મોહન મેહડા તેમજ એક ઈકો ગાડી જીજે.૫ જેએલ. ૦૭૦૪ તથા ત્રણ મોબાઇલ સહિત કબ્‍જે કર્યાᅠ આરોપી પકડવાની બાકીઃ (૧)વિક્રમ ગુમાન ડાવર (૨) મેરસિંહ જદુભાઈ ડાવર (૩) કમલેશ ચૌહાણ નામના આરોપીને પકડવાના બાકી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ કામગીરીમા એલ.સી.બી. પો.ઈન્‍સ. જે.વી. ચૌધરી, એસ.ઓ.જી. પો.ઈન્‍સ. શ્રી બી.એન.ચૌધરી, સર્કલ પો.ઇન્‍સ. શ્રી ડી.કે. ચૌધરી, પો.ઈન્‍સ. એમ.એન.જાડેજા, પો.ઈન્‍સ. એમ.એ.મોરી, પો.ઈન્‍સ. જે.પી. સોઢા, પી.જી. પનારા, તથા એલ.સી.બી. શાખાની ટીમ, તથા એસોજી શાખાની ટીમ તથા પેરોલ ફર્લો ટીમ તથા ધ્રોલ પોલીસ સ્‍ટેશનની ટીમ તથા જામનગર ગ્રામ્‍યણ ડિવિઝનના અલગ અલગ પોલીસ સ્‍ટેશન ટીમો દ્રારા કરવામા આવી હતી.(સંજય ડાંગર-ધ્રોલ)

(10:26 am IST)