Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

માળિયા હાઈવે પર ટ્રકની પાછળ બાઈક અથડાતા ચાલક યુવાનનું કમકમાટીભર્યું મોત

મોરબી :  માળિયા હાઈવે પર ટ્રાફિકને પગલે વાહનો ઉભા હોય ત્યારે ઉભેલા એક ટ્રક પાછળ બાઈક અથડાતા બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું જે અકસ્માતના બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 ભુજના મખના કોડકી ગામના રહેવાસી રામાભાઈ સવજીભાઈ સાંભળ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ બનેવી રવજીભાઈ ભીખાભાઈ રબારીનો ટ્રક જીજે ૧૨ બીવાય ૯૮૩૩ એશિયન ટ્રાન્સપોર્ટ પાવડરમાં બે વર્ષથી ચલાવતા હોય અને ગત તા. ૦૩ માર્ચના રોજ સાંજે ભુજ પાસે આશાપુરા લેર ગામથી પાવડર ભરી રાત્રીના ભુજ ખાતે રાખી સુઈ ગયા હતા અને તા. ૦૪ માર્ચના રોજ સવરે હૈદરાબાદ જવા માટે ફરિયાદી રામાભાઈ અને તેના ક્લીનર મદનભાઈ ભીલ નીકળ્યા હતા બપોરે સામખીયારીથી માળિયા હરીપર ગામ નજીક પહોંચ્યા ત્યારે ટ્રાફિક હોવાથી ગાડીઓ લાઈનમાં ઉભી હોવાથી તેને ટ્રક પણ લાઈનમાં ઉભો રાખ્યો હતો અને ત્યારે ગાડી પાછળ કોઈ વાહન અથડાયાનો અવાજ આવ્યો હતો અને નીચે ઉતરી જોતા બાઈક જીજે ૧૦ સીજી ૪૬૬૦ વાળું ટ્રક પાછળ સેફટી ગાર્ડ સાથે અથડાયું હતું જે બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા માળિયા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં બાઈક ચાલક સતારભાઈ કાળાભાઈ પીલુડીયા (ઉ.વ.૬૦) રહે જામનગર વાળો હોવાનું જાણવા મળ્યું હતું જેને જોઈ તપાસીને ડોકટરે મૃત જાહેર કર્યા હતા

બાઈક જીજે ૧૦ સીજી ૪૬૬૦ ના ચાલક સતારભાઈએ પોતાનું બાઈક પુરઝડપે ચલાવી ફરિયાદીના ટ્રક જીજે ૧૨ બીવાય ૯૮૩૩ પાછળ સેફટી ગાર્ડ સાથે ભટકાડી અકસ્માત સર્જતા પોતાના શરીરે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

(11:46 pm IST)