Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

મોરબી ફલીપકાર્ટની ઓર્ફિીસમાં લૂંટ કરનાર ૪ શખ્સોની ૪.૮૪ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ

રાજકોટઃ મોરબીમાં શકિત ચેમ્બર પાછળ આરોહી ચેમ્બરમાં આવેલ ફલીપકાર્ટની ઓફિસમાં ગત રાત્રે ૪ બુકાનીધારીઓ ઘુસી જઈ ૩.૯૩ લાખની કરેલ લૂંટના બનાવનો મોરબી એલસીબીએ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખી લૂંટ કરનાર અલ્પેશ નટવરભાઈ મકવાણા (રહે. સિદ્ધિવિનાયક હોસ્પીટલ પાછળ, ભકિતનગર સોસાયટી મોરબી-૨), વિશાલ ચંદુભાઈ મુછડીયા (રહે. સીરામીક સીટીની બાજુમાં, ઉમિયાનગર સોસાયટી, મોરબી-૨), રમેશ જીવરાજભાઈ મકવાણા (રહે. જેતપર) તથા લલીત અમરશીભાઈ સોલંકી (રહે. ઉંચી માંડલ)ને રોકડા રૂ. ૩.૯૩ લાખ, બે મોટર સાયકલ, એરગન, મોબાઈલ ફોન-૩, છરી નંગ ૧ તથા માસ્ક મળી કુલ ૪.૮૪ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ હતી. તસ્વીરમાં લૂંટ કરનાર ચારેય શખ્સો (નીચે બેઠેલા સાથે) મોરબી એલસીબીનો કાફલો નજરે પડે છે.

(4:15 pm IST)