Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

કોડીનારની લોહાણા સગીરાની હત્યામાં વિજય પુરોહિતના જામીન નામંજૂર

પિતા-પુત્રની સંડોવણી ખુલ્યા બાદ પિતા સામે મદદગારીનો ગુન્હો નોંધાયો'તોઃ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો

કોડીનાર, તા. ૬ :. ગીર સોમનાથ જીલ્લાના કોડીનારમા લોહાણા યુવતિની હત્યામાં કોડીનાર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રી દ્વારા આરોપી વિજય બાલકૃષ્ણભાઈ પુરોહીતની જામીન અરજી નામંજુર કરવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ કોડીનારમાં રહેતી લોહાણા સગીરાની હત્યા બાદ આ ગુન્હામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં પિતા-પુત્ર બન્નેની સંડોવણી ખુલી હતી. જેમા આરોપીના પિતાએ ગુન્હામાં વાપરેલ છરી સંતાડવામાં મદદ કરેલ હોય તેમજ મુદ્દામાલ તથા મોબાઈલને તોડીને ટુકડા કરી નાખી સગેવગે કર્યો હતો. તેમજ આરોપીએ પહેરેલા કપડા પણ સળગાવી નાખીને શૌચાલયના પોખરામાં નાખી દીધા હતા. તેમજ પેન્ટ પણ ધોઈ નાખ્યુ હતું. પોલીસે આ બનાવમાં બન્નેની ધરપકડ કરી હતી. આવી રીતે પુત્રને હત્યા કરતો રોકવાના બદલે ગુન્હામાં છાવરવાનો પ્રયાસ કર્યાનો ગુન્હો આરોપી વિજય બાલકૃષ્ણભાઈ પુરોહીત સામે નોંધાયો હતો. આ બનાવમાં કોડીનારના એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રીની કોર્ટમાં જામીન અરજી કરતા જજશ્રી  દવેએ કોડીનાર પોલીસ સ્ટેશન ગુન્હા રજીસ્ટર નં. ફર્સ્ટ ૧૬૪/૨૦૧૮, ઈ.પી.કોડ કલમ ૩૦૨, ૩૬૪, ૩૪, ૨૦૧, ૧૧૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામે અરજદાર - આરોપી વિજય બાલકૃષ્ણભાઈ પુરોહીત રહે. સરદારનગર-કોડીનારની જામીન અરજી નામંજુર કરવા આદેશ કર્યો છે. આ પ્રકરણમાં  વિજ પ્રોસીકયુસન વકીલ વિજય એ. ખખ્ખર અને સામાવાળા તરફે એ.જી.પી. આર.એસ. સોલંકી રોકાયા હતા

(4:09 pm IST)