Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

હાટકેશ્વર તળાવને ઊંડુ ઉતારી નવસાધ્ય કરવાના કામનો શુભારંભ

આમરણના ૫૦૦ વર્ષ પુરાણા

આમરણ ખાતે હાટકેશ્વર તળાવને ઊંડુ ઉતારી નવસાધ્ય કરવાના કામનો શુભારંભ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ મહેશ પંડયા)(૧.૪)

આમરણ તા.૬: આમરણ ખાતે આવેલ પાંચસો વર્ષ ઉપરાંત પુરાણા હાટકેશ્વર તળાવને સરકારશ્રીની સુજલામ સુફલામ (૬૦*૪૦)યોજના અંતર્ગત મોરબી સિરામીક ઉદ્યોગ એસોસીએશનના આર્થિક યોગદાનથી ઊંડુ ઉતારી નવસાધ્ય કરવાના કામનો પ્રારંભ થતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. હાલ ૩ જેસીબી અને ૪૨ ટ્રેકટરો દ્વારા દિવસ રાત ૪૦ વર્ષ જુના કાપને કાઢવાની કામગીરી ચાલી રહી  છે. ટૂંક સમયમાં હજુ વધુ યાંત્રિક સાધનો કામે લગાડાશે. રપ એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલા આ તળાવને સરેરાશ પ ફુટ જેટલું ઊંડુ ઉતારી નવસાધ્ય કરવાનલ ભગિરથ પુરૂષાર્થ ચાલી રહયો છે.

આ તળાવના ખોદકામની સાથોસાથ નિકળતી કાંપવાળી માટી વિનામુલ્યે ખેડૂતોને સ્વખર્ચે લઇ જવાની છુટ આપવામાં આવી હોવાથી આામરણ રહેવાસી વિસ્તારના ગામોના ખેતરોમાં ઠલવાની માટીથી કૃષિક્ષેત્રની જમીન પણ ફળદ્વુપ બની રહી છે.

આમરણના વતનપ્રેમી, સિરામીક ઉદ્યોગપતિ અને રાજકીય અગ્રણી રાઘવજીભાઇ ગડારાની રજુઆત બાદ શરૂ થયેલ આ ભગીરથ કાર્યથી વર્ષા જુની સમસ્યાનો અંત આવશે. હવે પછીથી આ તળાવમાં દર વર્ષે નવું જુનુ પાણી સંગ્રહિત કરી શકાશે.

તળાવના સામસામા કાંઠા પર આવેલ વર્ષો પુરાાણા હાટકેશ્વર મંદિર અને દાવલશાપીરની દરગાહના મધ્ય ભાગમાં આવેલ આ તળાવમાં પાણી સંગ્રહની ક્ષમતામાં વધારો થવાને કારણે બારમાસી બનવાથી અલોૈકિક નજારો પણ દ્રશ્યમાન થશે.

મોરબી જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ આમરણ ગ્રા. પં. સરપંચ મોહનભાઇ પરમાર, વસંતભાઇ ભાલોડીયા, ગોરધન ભાઇ ભાલોડીયા વગેરે આગેવાનો સતત  જાત દેખરેખ  હેઠળ આ જનકલ્યાણકારી કામ સુપેરે પાર પાડવા જહેમત ઉઠાવી રહયા છે. (૧.૪)

 

(12:11 pm IST)