Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

કાલે ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા ભવ્ય સપ્તમ વાર્ષિક ઉત્સવઃ વિદ્યાર્થીઓને ૪ લાખથી વધુના પુરસ્કાર અપાશે

ઉપલેટા, તા.૬: નગર પ્રાથમિક શિક્ષણ સમીતી તથા ઉપલેટા નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૭ને ગુરૂવારે રાત્રે ૮ વાગ્યે સર ભગવતસિંહજી કન્યા શાળા ખાતે ભવ્ય સપ્તમ વાર્ષિક ઉત્સવ યોજવામાં આવશે. જેમા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં રહેલી શકિતઓને ઉજાગર કરવા તેમજ તેમની શકિતઓને પ્રોત્સાહન મળે તે હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને ઇનામ સ્વરૂપે સાઇકલો, શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તથા કાર્યક્રમના ઉદઘાટક ડો.ભરતભાઇ બોઘરા.મુખ્ય મહેમાન તરીકે ડી.કે.સખીયા, ચીમનભાઇ સાપરીયા, જસુમતીબેન કોરાટ પ્રવીણભાઇ માંકડીયા, હરિભાઇ પટેલ આ કાર્યક્રમમાં વિશેષ સન્માન બલરામ મીણા જે.એમ.ભરવાડ, એચ.જી.પલ્લાચાર્ય શ્રી અશોકભાઇ ડેર સહીતનાનુ સન્માન કરવામાં આવશે.

સફળ બનાવવા ઉપલેટા નગરપાલીકા પ્રમુખ શ્રીમતી રાણીબેન દાનાભાઇ ચંદ્રવવાડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નિકુલભાઇ ચંદ્રવાડીયા, વાઇસ ચેરમેન શ્રી ચંદ્રપાલસિંહ જાડેજા, ન.પા.ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા, ન.પા.કારોબારી સમિતિ ચેરમેન શ્રીમતી જયશ્રીબેન સોજીત્રા, ચીફ ઓફીસર શ્રી આર.સી.દવે સાહેબ, શાસનાધિકારી શ્રી ડી.કે. પરમાર સાહેબ, ન.પ્રા.શિક્ષક સંઘ પ્રમુખ ભાવેશભાઇ સુવા, સપ્તમ ઉત્સવ કન્વીનરશ્રી હરિભાઇ સુવા, ભરતભાઇ જાવીયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, નગર પ્રાથમિક સમિતિની સ્કુલોના આચાર્યો, શિક્ષકો સહીતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.(૨૩.પ)

 

 

 

(11:59 am IST)