Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

કેસુડો આયુર્વેદમાં બ્રહ્મ વૃક્ષ

હવેલીમાં કેસુડાના પાણીથી ધૂળેટી પર્વ રમાય છે તો ગર્ભવતી માટે ઓજસ્વી બાળક આપનાર છે

ભાવનગર તા. ૬ : સામાન્ય રીતે કેસુડો એટલે ધુળીટે પર્વે કેસુડાના ફૂલનું પાણી બનાવી રમી શકાય તેવી માન્યતા પ્રવર્તે છે. ખાસ કરીને હવેલીમાં વૈષ્ણવ ઉપયોગ કરે છે. પણ આયુર્વેદમાં કેસૂડાનું ઘણુંજ મહત્વ છે. કેસૂડાને બ્રહ્મ વૃક્ષ તરીકે ઓળખવ્યો છે.

આજના મોબાઈલ યુગની પેઢીને કેસૂડાના વૃક્ષ વિશે પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઈને ખબર હશે. શહેરોમાં લગભગ કેસુડો જોવા મળતો નથી. પણ આપણે આપણી પાસે રહેલ અમૂલ્ય ચીજો ભૂલતા જઈએ છીએ, કુદરતે આપેલી સંપદાની કિંમત આપણે જાણતા નથી તેમાંનંુ એકવૃક્ષ એટલે કેસૂડાનું વૃક્ષ.

દિહોર સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા ના જણાવ્યું મુજબ આયુર્વેદમાં કેસૂડા નું ઘણુંજ વર્ણન અને મહત્વ સમજાવવામાં આવ્યું છે. ઋતુઓની રાણી એટલે વસંત કહેવામાં આવી છે. વસંત ઋતુનું આગમન થયું છે તે કેસૂડા ના ફૂલ ખીલે તે કહી આપે છે. કેસૂડાના ફૂલ નિહાળતા જ આંખને ટાઢક અને મનને પ્રફુલ્લિત કરનાર છે.

આયુર્વેદમાં કેસૂડા ને બ્રહ્મહ વૃક્ષ કહેવામાં આવ્યૂ છે. તેની પાછળ પણ અનેક લાભદાયી કારણો છે. જેમને પેશાબ વાટે મધુપ્રમેહ જતો હોય તેના માટે કેસૂડા નેસુકવી કટકા કરી ઉકાળો બનાવી પીવરાવવા માં આવે તો દર્દને રાહત થાય છે.

આજ કોસ્મેટિક વસ્તુઓ પાછળ હજારો રૂપિયા ખર્ચવામાં આવેછે.ત્યારે ત્વચાનો રંગ સુધારવામાં કેસુડો અતિ ઉપયોગી છે. ત્યારે કેસૂડાના ફૂલના કટકા કરી ગાયના દૂધ સાથે મિક્ષ કરી સ્નાન કરવામાં આવેતો ત્વચાનો રંગ નિખરે છે. ત્વચાના રોગ દૂર થાય છે.ગર્ભવતી મહિલા ને ગાયના દૂધ સાથે સેવન કરાવવા થી બાળક તેજસ્વી અને ઓજસ્વી જન્મે છે.કૃમિ હોય તે લોકો ને પણ કેસુડો ઔષધિ રૂપે ગુણકારી છે.(૨૧.૧૪)

(11:52 am IST)