Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

જામનગરમાં કોળી સમાજ દ્વારા આવેદન

 જામનગર : જિલ્લા સમસ્ત કોળી સમાજ તેમજ જામનગર જિલ્લા કોળી સેના તથા જામનગર જિલ્લા સમસ્ત ચુંવાળીયા કોળી સમાજ તેમજ નવાગામ (ઘેડ) તળપદા કોળી સમાજ તેમજ નાગેશ્વર વિસ્તાર કોળી સમાજ તેમજ ચુનાના ભઠ્ઠા વિસ્તારના દિવેચા કોળી સમાજ મળી તથા પાણાખાણ, ગોકુલનગર, શંકર ટેકરી, બેડેશ્વર, કોળીનોદગો, જનતા ફાટક, હાપા, તથા જામનગર ગ્રામ્ય વિસ્તાર કોળી સમાજ સમસ્ત કોળી સમાજ દ્વારા ગઇ તા. ૧-૩-ર૦૧૮ ના રોજ હોળીના તહેવારના દિવસે જામનગર ધુવાવનાકા કોળીવાડમાં કોળી પરિવાર ઉપર ભોય સમાજના આવારતત્વો દ્વારા હૂમલો કરી કોળી સમાજના લોકોને જીવલેણ માર માર્યો ભયકર ઇજાઓ કરેલી તેમજ ઘરવખરીનો સામાન તથા વાહનો ને આગ લગાડી લાખો રૂપિયાનું નુકશાન કરેલું હોય તેમજ આ ભોય જ્ઞાતિ દ્વારા હાલ કોળીવાડમાં રહેતા કોળી સમાજના લોકોના ઘર પડાવી લેવા ગેરકાયદેસર કાવતરા કરી અવાર-નવાર તેવો ઉપર હૂમલા કરવામાં આવેલ છે. આ હુમલાના વિરોધમાં જામનગર જીલ્લા કોળી સેના પ્રમુખ જીતેશ વિનુભાઇ શિંગાળાની આગેવાનીમાં પોલીસ અધિક્ષક શ્રી અને કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવ્યુ હતું. (તસ્વીર : અહેવાલઃ મુકુંદ બદિયાણી,  જામનગર)

(1:08 pm IST)