Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

દેવભુમિ દ્વારકા જીલ્લામાં જુદા-જુદા જુગારના ૮૦ ગુન્હા દાખલ

ખંભાળીયા તા.૬: દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા રોહન આનંદ તથા મદદનીશ પોલીસ અધિ. નવનિયુકત પ્રશાંત સુબ્બે ખંભાળીયા વિભાગનાઓ અને એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એસ.એચ.સારડા તેમજ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ.શ્રી કે.જી.ઝાલા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ મે.ડી.જી.પી.શ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ તરફથી તા.૪-૩-૨૦૧૮ બપોરથી તા.૫-૩-૨૦૧૮ના આખી રાત્રિ સવારના ચાર વાગ્યા સુધીની એક-દિવસની પ્રોહી.જુનાગર ડ્રાઇવ રાખવામાં આવેલ જે ડ્રાઇવ દરમ્યાન પ્રોહી જુગારની પ્રવૃતી અંગે અવાર નવાર ઉપરી અધિ.શ્રી તરફથી તથા સરકારશ્રી તરફથી મળેલ સુચના મજુબ દારૂબંધીનો કડક હાથે કાયદાની અમલવારી કરવા જણાવેલ હોય જે અનુસંધાને જિલ્લાની એલ.સી.બી. એસ.ઓ.જી. તથા ખંભાળીયા,ભાણવડ, વાડીનારમરીન, સલાયામરીન,કલ્યાણપુર, દ્વારકા, મીઠાપુર, ઓખા મરીન, બેટ પોલીસ સ્ટેશનની સ્થાનીક પોલીસ દ્વારા તથા મદદનીશ પો.અધિ.શ્રીની કચેરી દ્વારા ડ્રાઇવ દરમ્યાન જિલ્લાના તમામ પ્રોહી. બુટલેગરો જાણીતા જુગારીઓ તેમજ અન્ય છાની છુપી રીતે દારૂ જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર રેઇડો કરી પ્રોહી.ના તથા જુગારધારાના મળી કુલ ૮૦ કેસો શોધી કુલ કિ.૬૧,૨૦૦નો મુદામાલ શોધી કાઢતા પ્રોહી. જુગાર પ્રવૃતી કરતા ઇસમો પર ફફડાટ ફેલાઇ ગયેલ.

ઉપરોકત કાર્યવાહીમાં એલસીબી દ્વારા કુલ પ્રોહીબીશનના કેસો-૩ અને જુગારધારાનો કવોલેટી  કેસ-૧, એસઓજી દ્વારા પ્રોહીબીશનના કેસો-૩, ખંભાળીયા દ્વારા પ્રોહીબીશનના કેસો-૧૯, ભાણવડ દ્વારા પ્રોહીબીશનના કેસો-૧૫, કલ્યાણપુર દ્વારા પ્રોહીબીશનના કેસો-૧૯, ઓખા મરીન દ્વારા પ્રોહીબીશનના કેસો-૩, મીઠાપુર દ્વારા પ્રોહીબીશનના કેસો-૪, સલાયા મરીન દ્વારા પ્રોહીબીશનના કેસો-૪, વાડીનાર મરીન દ્વારા પ્રોહીબીશનના કેસો-૧, દ્વારકા દ્વારા પ્રોહીબીશનના કેસો-૯ શોધી કાઢવામાં આવેલ છે.

(1:07 pm IST)