Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કેટલા ખેડૂતોનો વારો આવશે?

ખંભાળીયા, તા. ૬ : રાજય સરકાર દ્વારા રાજયમાં લાખો ટન મગફળી આ વખતે બમ્પર મગફળી પાકના ઉત્પાદનને કારણે ખેડૂતોના ઘેર પડી છે અને ભાવ તળિયાની સ્થિતિમાં છે ત્યારે માત્ર એક લાખ ટન મગફળી રાજય સરકારે ખરીદી કરવાની જાહેરાત કરી છે તો બાકીની લાખો ટન મગફળીનું શું ?!

દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા યાર્ડ ખંભાળીયાના ચેરમેન પી.એસ. જાડેજા તથા ખેડૂત હિત રક્ષક સમિતિના પાલભાઇ આંબલિયાએ જણાવેલ કે ગત ૧૯/૧ર/૧૭ના રોજ મગફળી ટેકાના ભાવે ખરીદી બંધ થઇ ગઇ હતી તે પછી ઉગ્ર ઉહાપોહ થતા દશેક દિવસ ખરીદી ચાલુ રહી હતી જે પછી સવા માસથી ખરીદી જ નથી !!

રાજયમાં એક લાખ ટનની ખરીદી થશે તો દેવભૂમિ જિલ્લામાં ખંભાળીયાના ૪પ૦ અને સમગ્ર જિલ્લામાં ૧પ૦૦ ખેડૂતોનો માંડ વારો આવવો તો હજી હજારો મણ મગફળી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પડી છે અને ખેડૂતો ટેકાના ભાવ મળે તેની રાહ જુએ છે તેનું શું?

આ અંગે વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે.

(1:07 pm IST)