Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

હળવદની શાળાના બાળકો માટે પત્રકાર દ્વારા વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

ધોરણ ૧ થી ૬ના બાળકો સ્પર્ધામાં ઉત્સાહ સાથે જોડાયા : ૧ થી ૩ નંબર લાગતા દરેક ધોરણના બાળકોને ઇનામોથી પ્રોત્સાહિત કર્યા

હળવદ તા.૬: શાળાઓમાં બાળકોના ધડતર માટે અનેક વિધ શૈક્ષણિક પ્રવૃતિઓ થતી જ હોમ છે તેમાં એક પ્રવૃતિ વકૃત્વ સ્પર્ધા જે વાકછટાથી લોકોને પ્રભાવિત બનાવી દેવાની કલા નાના બાળકોમાં પણ આ કલા વિકચે તે માટે શાળાઓમાં વકૃત્વ સ્પર્ધા યોજાતી હોય છે.

પરંતુ બહારની કોઇ વ્યકિત વકૃત્વ સ્પર્ધા યોજે અને તેમાં નંબર મેળવી વિજેતા બનવુ તેનો આનંદ કાઇ ઓરજ હોય છે એ આનંદને ઉજાગર કરવા ના ઉમદા હેતુથી પત્રકાર હરેશભાઇ રબારી અને દિનેશભાઇ રબારીએ શ્રી વિવેકાનંદ વિદ્યાલયમાં ભણતા ધો-૧ થી ૬ના વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ.

માતૃપ્રેમ, મારી શાળા, મારોદેશ, શિક્ષણનું મહત્વ, વૃક્ષનું મહત્વ, રવિશંકર મહારાજ, સ્વામી વિવેકાનંદ વગેરે વિષયો બાળકો બોલેલા આ વેળાએ શ્રીસ્વામી વિવેકાનંદ વિદ્યાલયના ટ્રસ્ટી રાહુલભાઇ પટેલ, પત્રકાર હરેશભાઇ રબારી, દિનેશભાઇ રબારી, સુધારકભાઇ જાની, આચાર્ય ગેલાભાઇ બારૈયા તથા શિક્ષક ગણ આ પ્રસંગે બાળકોમાં જોમ જુસ્સો વધે તે માટે દિનેશભાઇ રબારી તથા સુધાકરભાઇ જાનીએ પ્રેરક ઉદબોધન કરેલ તેમજ કવિ સોલીડ મહેતાએ બાળગીત રજુ કરી બાળકોને આનંદિત કર્યા હતા.

આ વકૃત્વ સ્પર્ધામાં વિજયી થયેલા દરેક એકથી ત્રણ નંબરના આવેલાને હરેશભાઇ રબારી સન્માનિત કરાયા હતા આ વકૃત્વ સ્પર્ધાના નિર્ણાયક કરાયા હતા આ વકૃત્વ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સુધારકભાઇ જાની, દિનેશભાઇ રબારી, સોલીડ મહેતાએ સેવા આપી હતી અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેહાબેન રાવલે કર્યુ હતું આ કાર્યક્રમમાં વિવેકાનંદ વિદ્યાલયના શિક્ષક ગળે સરકાર આપેલ હતો.

(11:52 am IST)