Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ભાવનગરના સ્કાઉટ-ગાઇડનું રાજયપાલ એવોર્ડ ટેસ્ટીંગ કેમ્પનું સો ટકા પરિણામ

ભાવનગર તા. ૬ : ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા રાજય કક્ષાનો સર્વોચ્ય એવોર્ડ એવા રાજયપાલ એવોર્ડ માટે રાજયસંઘ દ્વારા ભાવનગર ખાતે ટેસ્ટીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ ભાવનગર શહેર જિલ્લાની ૧૦ શાળાના રર સ્કાઉટ અને ૧૪ ગાઇડ મળી કુલ ૩૬ સ્કાઉટ-ગાઇટ ટેસ્ટીંગ કેમ્પમાં કસોટી આપી હતી જે તમામ ઉતિર્ણ થતા જિલ્લા સંઘનું સો ટકા પરીણામ આવેલ છે.

આગામી તા.૧૧ માર્ચના રોજ રાજભવન ખાતે મહા મહિમ રાજયપાલ ઓ.પી.કોહલીજીના હસ્તે રાજયપાલ એવોર્ડ એનાયત કરવામાં આવશે. ગુજરાતના તમામ જિલ્લાના ૧પ૦૦ થી વધુ સ્કાઉન્ટ-ગાઇટ, સ્કાઉન્ટ-ગાઇટ શિક્ષકો રાજભવન ખાતે સન્માન સમારંભમાં ઉપસ્થિત રહેશે.

ભાવનગરના સ્કાઉટ-ગાઇડ દ્વારા આ સિધ્ધી પ્રાપ્ત કરવા બદલ પ્રમુખ નિશીથભાઇ મહેતા, ચિફ કમિશ્નર એન.એફ.ત્રિવેદી, જિ.સ્કાઉટ કમિશ્નર જયેશભાઇ દવે, જિ.ગાઇડ કમીશ્નર દર્શનાબેન ભટ્ટ તથા જિલ્લા મંત્રી અજયભાઇ ભટ્ટ, તેમજ સમગ્ર જિલ્લા સંઘ પરિવાર દ્વારા સ્કાઉટ ગાઇડને અભિનંદન પાઠવવામાં આવ્યા છ.ે

(11:41 am IST)