Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

નાના કોટડાના મંજુલા સાગઠીયાનો બગસરા પોલીસ સ્ટેશનમાં આત્મવિલોપનનો પ્રયાસ :તંત્રમાં દોડધામ

વડિલોની જમીન વેંચાણથી આપેલ જેમાં સમસ્યા થતા ઝઘડાની ફરીયાદ અંગે પોલીસે કાર્યવાહી નહિ કર્યાનો આક્ષેપ

અમરેલી: નાના કોટડાના મંજુલાબેન સાગઠીયાએ બગસરા પોલીસ સ્ટેશનમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ફાયર વિભાગનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જો કે મહિલા આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસ દ્વારા અટકાયત કરી લેવાઈ હતી

     આ અંગે જાણવા મળતી વિગત મુજબ 40 વર્ષીય મંજુલાબેન સાગઠિયાએ ગત તારીખ 3-3-2010ના રોજ વડિલોની જમીન માવજિજવા ગામના ધીરૂભાઇ ખોડાભાઇ તલાવિયાને વેંચાણથી આપી હતી. જેમાં કોઈક સમસ્યા ઉદભવતા તેનો કેસ બગસરાની કોર્ટમાં ચાલી રહ્યો છે. દરમિયાન 21-2ના ધીરૂભાઇ સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો.

    આ મુદ્દે ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા તેણીએ આત્મવિલોપનની ચિમકી આપી હતી. જો કે તેણીની ચિમકીને પગલે બગસરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કાફલા સાથે ફાયરબ્રિગેડ તૈનાત કરી દેવામાં આવી હતી અને મંજુલાબેન આત્મવિલોપન કરે તે પહેલાં જ તેની અટકાયત કરી લેવામાં આવી હતી.

(9:22 am IST)