Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

અમરેલી ગજેરા સંકુલની વિદ્યાર્થીનીઓ રાષ્ટ્રીય-રાજયકક્ષાએ પરેડમાં ઝળકી

અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક  સંકુલ - અમરેલીની વિદ્યાર્થીનીઓ વેકરીયા હેમાક્ષી, હીરપરા હેમાંગી, સુરભી કોરાટ એમ ત્રણ વિદ્યાર્થીનીઓ પ્રજાસતાક પર્વની રાષ્ટ્રીય તથા રાજયકક્ષાની ઉજવણી પરેડમાં પસંદગી પામી અમરેલી જિલ્લાનું તથા સંસ્થાનું ગૌરવ વધાર્યુ છે. સંસ્થાના નિયામક મનસુખભાઇ ધાનાણીએ જણાવ્યું હતું કે સંકુલમાં વિદ્યાર્થીનીઓને શિક્ષણની સાથે સાથે ફીટ ઇન્ડીયાના સુત્રને સાર્થક કરવા ફીટ સંકુલની તાલીમ વહેલી સવારે પી.ટી., સિંગીગ, ડાન્સ, નૃત્ય, ગાયકી, મલ્ટી એકટીવીટી, કુકીંગ, શિવણ, બ્યુટપીાર્લર, એન.એસ.એસ. એન.સી.સી. એમ વિવિધ તાલીમ આપીને એકવીસમી સદીને ધ્યાને લઇને તૈયાર કરવામાં આવે છે. ત્યારે  ચાલુ સાલે આર.કે.વઘાસીયા કોમર્સ તથા એલ.પી.ટી.બી.બી.એ. કોલેજની  કુલ ત્રણ વિદ્યાર્થીનીઓ રાજય અને રાષ્ટ્રીય પ્રજાસતાક પર્વ ઉજવણીની પરેડમાં એન.સી.સી. તથા એન.એસ.એસ. યુનિટમાંથી પસંદગી પામી ગૌરવ વધાર્યુ છે. જેનો અમોને આનંદ છે. ગજેરા સંકુલની વિદ્યાથીૃનીઓએ ગૌરવ વધાર્યુ તે બદલ  સ્થાપક પ્રમુખ તથા કેળવણીકાર માન. વસંતભાઇ ગજેરા,  પ્રમુખ મનુભાઇ કાકડીયા, ઉપપ્રમુખ પરસોતમભાઇ ધામી, સેક્રેટરી બાબુભાઇ સાકરીયા, ટ્રસ્ટી ચતુરભાઇ ખુંટ, હોસ્ટેલ ડાયરેકટર વલ્લભભાઇ રામાણી, સ્પોટ ડાયરેકટર, મગનભાઇ વસોયા, પ્લાઝા ડાયરેકટરને કેમ્પસ મુકેશભાઇ શિરોયા વિ.એ અભિનંદન આપી ખુશી વ્યકત કરી હતી. (તસ્વીર : અહેવાલ : અરવિંદ નિર્મળ - અમરેલી)

(1:05 pm IST)