Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

સુરેન્દ્રનગર જિ.માં કરોડોના ખર્ચે બનતા નવા રીવરફ્રન્ટ પરથી થતો પુલ અત્યંત બિસ્માર

પુલ બે ભાગમાં વહેંચાય જવા છતા પાલીકાએ થાગડથીગડ કરી ચાલુ રાખેલ છે. : વાહન ચાલકો જીવના જોખમે રોડ પરથી બેધડક પસાર થઇ રહ્યા છે

વઢવાણ,તા.૬: સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કરોડોના ખર્ચે નગરપાલિકા તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસલક્ષી કામો ચાલુ કરવામાં આવ્યા છે જયારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સુરેન્દ્રનગર જોરાવરનગર અને રતનપર વિસ્તારના લોકોને ટ્રાફિક સમસ્યા નિવારણ માટે સુરેન્દ્રનગર જિલ્લાની એમ પી શાહ સાયન્સ કોલેજથી ટાવર સુધી અગાઉ સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ભોગાવો નદી કાંઠે રિવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં આ રિવરફ્રન્ટને ટાંકી ચોક થી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સુધી લંબાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે

હાલ આ કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ના આ નવનિર્મિત રિવર ફ્રન્ટ સુરેન્દ્રનગર જિલ્લાના ટાવર થી રતનપર વિસ્તારને જોડતા પુલ નીચેથી આ રિવરફ્રન્ટ પસાર થાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અને રતનપર વિસ્તાર ને જોડતો આ પુલ અત્યંત હાલ બિસ્માર હાલતમાં છે અગાઉ આ પુલ અત્યંત બિસ્માર હાલતમાં ચોમાસા દરમ્યાન બન્યો હતો ત્યારે નગરપાલિકા દ્વારા આ પુલ ઉપર પડેલા મસમોટા ખાડાઓ માં ડામર પૂરીને સમારકામ કરી ફરી આ પુલ શરૂ કરવામાં આવ્યો હતો

હાલમાં  આ પુલ ઉપર રોજના હજારો માણસો અને વાહનચાલકો પસાર થાય છે . ખાસ કરીને આ પુલ ઉપર મોટા ડમ્પર એસટી બસો અને અન્ય ખાનગી મોટા વાહનો પસાર થાય છે. હાલમાં નગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન રીપેરીંગ કરવામાં આવ્યું હોવા છતાં પણ આ પુલના વચ્ચેના ભાગે થી અલગ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે.

આ પુલ પર અત્યારે પણ મોટા ગાબડા પડયા છે ત્યારે સમયમાં હવે સુરેન્દ્રનગર જીલ્લા નો નવો રિવરફ્રન્ટ નવ નિર્મિત થશે ત્યારે આ જર્જરિત પુલ આ રિવરફ્રન્ટ પરથી પસાર થાય છે ત્યારે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા નગરપાલિકા અને તંત્ર દ્વારા આ પુલ નીચેથી અને ઉપરના ભાગેથી વ્યવસ્થિત રીતે સમારકામ કરાવવું હાલ જરૂરી બન્યું છે.

ત્યારે હાલમાં સરદારસિંહ રાણા પુલ જયારે પણ મોટા વાહનો પસાર થાય ત્યારે આ પુલ જોખમી રીતે હાલે છે અને ચાલીને જતા લોકોને આ પુલ પડી જશે નો ભય સતાવે છે ત્યારે આગામી સમયમાં નગરપાલિકા દ્વારા પુલ નું વ્યવસ્થિત રીતે સમારકામ કરીને ત્યારબાદ ઉપયોગમાં લેવામાં આવે તેવી વાહનચાલકોની પણ માંગ ઉઠી છે.

(11:44 am IST)