Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

મોરબીના ગીડ્ચની સીમમાંથી ૧૬૮૦ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયાઃકાર સહીત ૭.૩૫ લાખનો મુદામાલ જપ્ત

હળવદના ડુંગરપુરના રઘુભાઇ ઈન્દરીયા અને વિષ્ણુ ઈન્દરીયા ઝડપાયા

મોરબી,તા.૬:મોરબીના ગીડ્ચ ગામની સીમમાંથી તાલુકા પોલીસે બાતમીને આધારે કારમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લઈને કાર તેમજ ૧૬૮૦ બોટલ ઈંગ્લીશ દારૂ સહીત કુલ ૭.૩૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. મોરબી તાલુકા પીએસઆઈ આર એ જાડેજાની ટીમના નગીનદાસ નિમાવત, દિનેશભાઈ બાવળિયા, દિવ્યરાજસિંહ જાડેજા, અમિતભાઈ વાસદડીયા, દિલીપભાઈ ગેડાણી, સંજયભાઈ માણસુરીયા, વજુભાઈ કુરિયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના ગીડ્ચ ગામની સીમમાં હનુમાન મંદિર નજીક ડુંગરપુર જવાના રસ્તેથી સ્વીફ્ટ કાર નં જીજે ૦૩ ઈઆર ૧૫૪૮ વાળીમાં ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ ૧૬૮૦ કીમત રૂ ૨,૩૫,૨૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો તેમજ કાર સહીત કુલ રૂ ૭,૩૫,૭૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે

અને કારમાં સવાર આરોપી રદ્યુભાઈ રાણાભાઇ ઇન્દરીયા (ઉ.વ.૨૩) અને વિષ્ણુ રાણાભાઇ ઇન્દરીયા (ઉ.વ.૨૮) (રહે ડુંગરપુર તા. હળવદ )વાળાને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.

(11:33 am IST)