Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

પડધરીના મેટોડાની ૧૪ વર્ષની સગીરાને સુનીલ જામોદ ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

રાજકોટ તા.૬: મેટોડા પાસે વાડીમાં રહેતા પરપ્રાંતીય પરિવારની ૧૪ વર્ષની સગીરાને કુકશીગામનો શખ્સ ભગાડી જતા પડધરી પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ પડધરીના મેટોડામાં કેશવજીભાઇ નાનજીભાઇ પીપળીયાની વાડીમાં મજૂરી કામ કરતા ફેરેનભાઇ નાહરસિંહભાઇ પંચોલીની ૧૪ વર્ષની પુત્રી છ દિવસ પહેલા પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી.

તપાસ કરતા બાજુની વાડીમાં કામ કરતો સુનીલ અમરશીભાઇ જામોદ (રહે.મૂળ બડકા કુકશી જીલ્લો ધારહાલ ડાયાભાઇ રવજીભાઇ પટેલની વાડીમાં) સગીરાને લલચાવી ફોસલાવી લગ્નકરવાના  ઇરાદે ભગાડી ગયો હોવાનું જાણવા મલતા સગીરાના પિતાએ પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસએ સુનીલ જામોદ સામે અપહરણનો ગુનો દાખલ કરી પીએસઆઇ જે.વી.વાઢીયાએ તપાસ આદરી છે.(૭.૭)

(11:41 am IST)