Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

જસદણના વડોદ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૭ પકડાયા

રાજકોટ તા.૬: જસદણના વડોદ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ જસદણના વડોદ ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા હેડ કોે. રાજેશભાઇ ભાવીયા સહિતના સ્ટાફેે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) ભુપત વશરામભાઇ કોળી, (ર) સુરેશ રવજીભાઇ કોળી, (૩) ગણેશ દેવશીભાઇ કોળી, (૪) દિનેશ લીંબાભાઇ કોળી, (પ) વિહા તળશીભાઇ કોળી ઉવ.૬૫, (૬) કુરજી ખીમાભાઇ કોળી તથા (૭) ભોળા ખીમાભાઇ ગોહિલ ને રોકડ રૂ. ૧૦૧૬૦ સાથે ઝડપી લેવાયા હતા. પકડાયેલા પૈકી ગણેશ કોળી કાળાસર રહેતો હોવાનું અને બાકીના તમામ શખ્સો ગોડલાધાર ગામે રહે છે.(૧.૮)

(11:41 am IST)