Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

બત્રીસ વર્ષથી દોઢ કિમિ રોડ ન બનાતા

તળાજાના પાંચપીપળાના ૧૫૦ ગ્રામજનોના ઉપવાસ

તળાજા, તા.૬:- તળાજા તાલુકાના પાંચ પીપળા ગામના સરપંચની રાહબરી હેઠળ આજથી ગ્રામજનોએ એ એપ્રોચ રોડ બનાવવાની માગ ન સંતોષાતા ગામના બટુક આશ્રમ એ આમરણાંત ઉપવાસ આદર્યા છે.

પાંચ પીપળાના ગામના સરપંચ કિશોરભાઈ બાબુભાઇ ઇટલીયાના જણાવ્યા પ્રમાણે છેલ્લા બત્રીસ વર્ષ થી નેશનલ હાઇ વે થી ગામ સુધીનો માત્ર દોઢ કિમિનો રોડ બનાવવામાં આવ્યો નથી. એપ્રોચ રોડ બનાવવાની માગ વર્ષોથી કરવામાં આવી રહી છે.

ડીડીઓને લેખિતમાં પાંચ તારીખ સુધીનું રોડ બનાવવા માટે અલ્ટીમેટમ આપવામાં આવેલ હતું. તેમ છતાંય રોડ બનાવવાની કામગીરી કરવામાં ન આવતા ગામના બટુક આશ્રમ ખાતે ગામના દોઢસો જેટલા વ્યકતી ઓ એ આમરણાંત ઉપવાસ આદર્યા છે.

સરપંચએ ઉમેર્યૂ હતું કે પોતે ભૂખ હડતાળ પર છે. દ્યરે પણ જવાના નથી.પોતાની સાથે ગામના પચીસેક યુવાનો પણ ઘરે જવાના નથી. જયાં સુધી રોડ ની કામગીરી શરૂ નહીં થાય ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રહશે.

નોંધનીય છેકે સરકાર વિકાસની વાતો કરેછે પણ અહીં બત્રીસવર્ષથી માત્ર દોઢ કિમિનો રસ્તો બન્યો નથિ. જેનો રોષ ગ્રામજનોમાં ફેલાયો છે.(૨૨.૫)

(11:40 am IST)