Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ઉપલેટાઃ ચેક રિટર્ન કેસના આરોપીને એક વર્ષની સજા

ઉપલેટાઃ ચેક રિટર્ન કેસના આરોપીને એક વર્ષની સજા ઉપલેટા, તા. ૬ :. અહીંના ક્રિષ્ના પેટ્રોલીયમવાળાએ પોતાની લેણી નીકળતી રકમ પેટે સપના ટ્રાવેલ્સના માલિક કિશોર મનજી દલસાણીયાએ આપેલ રૂ. ૪૨૯૧૬૬નો ચેક ખાતામાં નાખતા તે રીટર્ન થતા તે બાબતે ક્રિષ્ના પેટ્રોલીયમના માલિકે આરોપી સામે ઉપલેટા કોર્ટમાં ફરીયાદ કરેલ તે કેસ ચાલતા કોર્ટે આરોપીને ધ નેગોસીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયે આરોપીને એક વર્ષની સજા તથા ચેકમાં લખેલ રકમ ચુકવવાનો હુકમ કરેલ છે. ફરીયાદી વતી એડવોકેટ એન.ડી. મુંગલપરા તથા આર.કે. ગજેરા રોકાયેલ હતા.(૨-૭)

(11:23 am IST)