Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

પોરબંદરમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રાચીન શિવાલયો વિકાસ ઝંખે છે

ચાડેશ્વર તથા ધિગેશ્વર સહિત શિવ મંદિરોમાં શિવરાત્રીએ શિવ ભકતો ઉમટી પડેછેઃ સુવિધાનો અભાવ

પોરબંદર તા. ૬ : શિવરાત્રી પર્વનો મહિમા ભારતના તમામ રાજયોમાં ધાર્મિક સંસ્કૃતિથી જોડાયેલ છે જાંબુધ્ધિય-આર્યવતમાં દક્ષિણમાં જુનાગઢ-સોમનાથ- ભારે મહાત્મય અને શ્રધ્ધાં સાથે ઉજવાય છે. જેમાંં નવનાથ ચોરાશી સિધ્ધના બેસણા એવા મા જગદંબાની સાનિધ્યે ભવનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી દર્શન સાથે મૃગીકુંડ સ્નાનું મહત્મય અપાયેલ છે.

કડીયા પ્લોટ ખાતે જયુબેલી મિલપરા, કુંભારવડા ખાડીયાને અસ્માવતી નદી સાથે ભળી જાય છે. તે પર વસેલ છાંયા પોરબંદરની પ્રાચીન રાજધાની છે આજપણ તેમના અવશેષો કિલો સાથે જેઠવા વંશના કુળદેવી વિશ્વાસી વિજવાસણા માતાજીનું સ્થાનક મંદિર તથા જેવા વંશ રાજવી પ્રથમ પુષ્ટિ મર્ણીય વૈષ્ણવ ધર્મપાળતા હોય તેઓશ્રીએ બાંધેલ ગોપાલાલજી હવેલી હૈયાત છે પ્રાચીન પૌરાણીક જજરીત આ જયબુલી તેના સાનિધ્યે આવે છાયા રતનપર ગામ જવાના રસ્તે આશરે ર કિલોમીટરની આસપાસ છાયાના સરવે નંબરમાં આવેલ પ્રાચીન પૌરાણીક તેમજ લોકમાન્યતા લોકસમાજ સંસ્કૃતથી જોડાયેલ રામયણકાળ કે તેને અનુસંગીત કે પાંડવયાને મહાભારત સાથે જોડાયેલ બે શિવાલયો ચાડેશ્વર મહાદેવ તથા ઢિગંશ્વર મહાદેવ શિવભકતોના એકાંત અને શ્રધ્ધાના તેમજ ધ્યાનરથ કેન્દ્રીય શીરમાય ગણાય છે.

અંજલી માતાના મંદિરથી ઘડીભર માની લઇએ તો ચાડેશ્વર શિવાલય બાંધણી પરથી જે રીતે સ્થાપીત થયેલ છે અને તેમ નકશીકોતરણી જોતા આશરે ૩૦૦ વર્ષના પુરાણું હશે ઢિગેશ્વર મહાદેવ શિવાલય સમકાલીન ગણી શકાય તેવું કારણ માનવાને રહે સાથોસાથ વાયુપુત્ર હનુમાનજીના માતુશ્રીનુ઼ જન્મસ્થાન કર્મભુમી વસવાટ, પિતુભુમિ, માતૃભુમિનું અનુમાન થઇ શકે મતલબ કે શ્રી હનુમાનજીનો જન્મ કે ઉચ્છર બાલ્યકાળનો આ ભુમિ પર ? પોરબંદરના રાજવીનો વંશ જેઠવાવંશ કહેવાય છે અન ેમરધ્વજને હનુમાનજીના માનસ પુત્ર ગણાય છે તેમની કર્મ રાજધાનીની ભુમિ પોરબંદર-મિયાણી હર્ષદ દ્વરાકા કોહારલ હાઇ-વે પર અરબી સમુદ્ર પર વસેલ રાતડી -કુછડી વચ્ચે સામેના ભાગે આવેલ છે શ્રીનગરથી જાણીતી છે. પોરબંદર જીલ્લા અને તાલુકામાં સમાવેશ થયેલ છે.

પ્રાચીન પૌરાણિક બંને શિવાલયો ચાડેશ્વર-ઢિંગેશ્વર શિવાલય માટે લોક સાંસ્કૃતિક અને સામાજીક સાથે ધાર્મિક માન્યતા જોડાયેલ છે કે વિક્રમ સંવતના નૂતન વરસના પ્રારંભ બાદ ગૃહસ્થી જીવનમાં પ્રવેશલ નવદંપતિઓ લગ્ન બાદ ચાડેશ્વર મહાદેવ-ઢિગેશ્વર મહાદેવના મંદિરે વડિલો પરિવારના સભ્યો-સ્નેહી-સગા સંબંધીઓની સાથે બળદ ગાડામાં અથવા પદયાત્રા કરી કે અન્ય કોઇ વાહન મારફત મધ્યાન બાદ દર્શન યાને નવદંપતિ શીશ નમાવવા જાય છે.

ચાડેશ્વર-ઢિંગેશ્વર શિવાલય સંબંધે પુર્ણ પુષ્ટિ કરતી માહિતી વિગત મળતી નથી. દંતકથાથી જોડતી વિગત મળેલ છે. પોરબંદર જીલ્લાની તપભુમિ અને પુર્ણ ઇતિહાસ મેળવવા સ્વ.પૂ.ગુરૂ મણીભાઇ વોરા, સ્વ.નાથાલાલ રૈયારેલા, સ્વ.નવી બંદર ખારવા જ્ઞાતિ સમાજના પોરબંદરના સ્વ.વાણોટ પ્રમુખ મિસ્ત્રી નથુ લખમણ વઢીયા હાલ ઇતિહાસ સંશોધન માટે માર્ગ પથદર્શક માનનીય  નરોતમભાઇ પલાણ દ્વારા અથાગ પ્રયત્નો છતાં પુરતી માહિતી મળી નથી.

સમયનું પરિવર્તન આવતુ જાય છે તે સાથે છાંયા ગ્રામ્યમાંથી છાંયાનગરમાંથી અને છેલ્લા પાંચ વર્ષથી શહેરનો દરજ્જો સ્વયંભુ મેળવેલ છે ત્યારે વિકાસમાં ઘણુ પાછળ હોય ચાડેશ્વર મહાદેવ-ઢિંગેશ્વર મહાદેવ શિવાલયને ધ્યાનમાં રાખી પરિવર્તન સાથે મહાશિવરાત્રીના પર્વ પર વાડી મેળાનું આયોજન માટે પાલિકાએ તેમના સુત્રધારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ચાનેનગર સેવકો, વહીવટી અધિકારી ચીફ ઓફિસરે જવાબદારી સ્વીકારી વિચારવુ જોઇએ. લોક સંસ્કૃતિને જીવંત રાખવા પ્રયત્ન હતા. બનવાની જરૂર છે.

પોરબંદર જીલ્લાના અને તાલુકાના પ્રાચીન શિવાલયોનો વિકાસ પણ સાધવો, અને  પ્રયત્નશીલ બનવુ જરૂરી છે. પોરબંદરથી બોખીરા, બગવદર, જામખંભાળીયા, જામનગર રોડ પર આવેલ બોખીરા ગામના સર્વે નંબર ચામુંડા માતાજી મંદિરની સીમથી ઓળખાતા વિસ્તારમાં આવેલ નંદેશ્વર શિવાલયનો વિકાસ જરૂરી છે. અહી યોગેશ્વર શ્રીકૃષ્ણના માતા-પિતા દ્વારકા જતા રોકાયેલ. આ જ નંદેશ્વર શિવાલય છે તેમજ નંદરાજનો રાજમહેલ હૈયાત છે. પ્રાચીન કુવો મોટા થાળાના દરવાજામાં જ હૈયાત છે.

(11:54 am IST)