Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

અમરેલીના મોટા બારમણ પાસે અકસ્માતમાં ર ના મોતથી અરેરાટી

(અરવિંદા નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૬ :  અમરેલી રોડ ઉપર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાતા મોટાબારમણ  ગામના કારચાલક ભીખુભાઈ કાથડભાઇ બોરીચા ઉ.વ.૪ રનુ ઘટના  સ્થળે મોત નીપજ્યુ હતુ અને અંદર રહેલ મોટા બારમણ ગામના  જેરામભાઈ કોળીની રપ વર્ષની પુત્રી તથા તેના પુત્ર સંજય જેરામભાઈ  અને બે મહેમાનને ઇજાઓ થઈ હતી જેમાં જેરામભાઇની પુત્રીનું  ભાવનગર દવાખાને સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યુ હતુ.  

મોત

આ બનાવ ખાંભાના નાનુડી પાસે લાપાળા ડુંગર વિસ્તારમાં બન્યો હતો  અહીં ખરાબ રોડને કારણે સામેથી આવતા વાહનની લાઇટમાં અંજાઇ  જવાને કારણેે આ અલ્ટો કાર બંધ ટ્રકમાં ઘુસી ગઈ હતી આ કાર ભાવનગર  જઈ રહી હોવાનું -પ્રાથમિક રીતે બહાર આવ્યુ છે.     

ચિતલ નજીક પલટી ખાઈ જતા એકનું મોત થયું છે. લાઠીના જરખીયા ગામેથી દેવળીયામાં પોતાના સબંધીને  મળવા ગયેલા મુળ મધ્યપ્રદેશના વતની અને ટોડામાં જેરામ  ભગતની વાડીએ રહેતા ફુલાભાઈ ઠાકોરશી અજનાર  ઉ.વ.૪પ નું ટ્રેકટર ચિતલ પાસેના મોણપુર ગામ નજીક ઉધુ  વળી જતા ફુલાભાઇનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું અને   કેલાશ મંગુભાઈ અજનારને સામાન્ય ઇજાઓ થવા પાર્મીહતી.

(12:48 pm IST)