Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ભાણવડ નજીક પૂરપાટ જતા ટ્રકની હડફેટે કાર ચાલક યુવાનનું કરૂણ મૃત્યુ

જામજોધપુર-ભાણવટ,તા. ૬: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે રહેતા અભિજીતસિંહ જયદેવસિંહ જાડેજા નામના ૨૭ વર્ષના યુવાન ગઈકાલે મંગળવારે રાત્રીના નવેક વાગ્યાના સુમારે પોતાની જી.જે. ૩૭ બી ૭૩૭૦ નંબર આઇ- ટ્વેન્ટી મોટરકાર લઈને ભાણવડના ત્રણપાટીયા હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પુરઝડપે અને બેફિકરાઈ પૂર્વક કરી રહેલા જી.જે. ૧૦ એકસ. ૭૧૩૮ નંબરના એક ટાટા કંપનીના ટ્રક ચાલકે અભિજીતસિંહની મોટરકારને સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલક અભિજીતસિંહ જાડેજાનું કરૂણ મૃત્યુ નીપજયું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા જયદેવસિંહ ભાવસિંહ જાડેજા (ઉ.વ.૬૪, રહે. ધ્રાફા) ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે આરોપી ટ્રકના ચાલક સામે આઇ.પી.સી. કલમ ૩૦૪(એ), ૨૭૯ તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. જે.જી. સોલંકી અને ટીમે હાથ ધરી છે.

(11:46 am IST)