Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

મોરબી : ભાજપ આગેવાનોનો ગામડાનો પ્રવાસ

મોરબી :  ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પેજ સમિતિ બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે જેમાં મોરબી જીલ્લાની મોરબી તાલુકાની ૮ પંચાયત સીટો આમરણ, બગથળા, દ્યૂટું, જેતપર, મહેન્દ્રનગર, રવાપર, શકત શનાળા, ત્રાજપર સતીમાં જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં પ્રવાસ યોજાયો હતો. જેમાં જીલ્લા સંગઠન પ્રભારી મેદ્યજીભાઈ કણઝારીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જીલ્લા ભાજપ મહામંત્રી જયરાજસિંહ જાડેજા, રણછોડભાઈ દલવાડી, જેસંગભાઈ હુંબલ, ભાજપ ઉપપ્રમુખ કે એસ અમૃતિયા, ગોરધન સરવૈયા, હંસાબેન પારેદ્યી, મંત્રી રસિકભાઈ વોરા, ભાવિનીબેન ડાભી, કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કણઝારીયા, તાલુકા ભાજપ મંડળના ચૂંટણી સહ ઇન્ચાર્જ નરેન્દ્રસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, આગેવાનો બચુભાઈ ગરચર અને યુવા ભાજપ કાર્યકર્તા નિતેશભાઈ, અશોકભાઈ, રાકેશભાઈ કાવર સહિતના પ્રવાસમાં જોડાયા હતા.પ્રવાસ દરમિયાન જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા તમામ જ્ઞાતિ સમાજના મતદારોને પેજ સમિતિમાં સમાવેશ કરી હર પેજ પે ભાજપા મંત્રને સાકાર કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં યોજાનાર તાલુકા પંચાયત-જીલ્લા પંચાયત ચુંટણીમાં આપના દ્વારા બુથ સમિતિ તથા આગેવાનો ની સર્વસંમતીથી ઉમેદવારનું નામ આપવા અને તે ઉમેદવારને જંગી લીડથી જીતાડવા માટે કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું તેમ મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય મંત્રી દામોદરભાઈ પટેલની યાદી જણાવે છે. ગ્રામ્ય વિસ્તારની મુલાકાતની તસ્વીર.

(11:37 am IST)