Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

કચ્છના કિનારે કોસ્ટગાર્ડને મળ્યું ચરસનું વધુ એક પેકેટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૬ : કચ્છના દરિયા કિનારે ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો નવા વરસે પણ ચાલુ રહ્યો છે. જખૌ કોસ્ટગાર્ડને નીરાની વાંઢ પાસેના દરિયાઈ વિસ્તારમાંથી ચરસનું એક બિનવારસુ પેકેટ મળી આવ્યું હતું.

દોઢ લાખની કિંમતના ચરસના આ જથ્થાને કોસ્ટગાર્ડ દ્વારા જપ્ત કરી પોલીસને સોંપાયું છે. જોકે, હમણાં જ ૨૬ ડિસેમ્બરે કોસ્ટગાર્ડ દ્વારા ૧૮ લાખ રૂપિયાના ૧૨ કિલો ચરસના બિનવારસુ જથ્થાને દરિયામાંથી જપ્ત કરાયો હતો. કચ્છના દરિયા કિનારે કેફી દ્રવ્યોના સોદાગરો હજીયે સક્રિય છે

(11:13 am IST)