Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

લુણા સીમમાંથી ગેરકાયદેસર કોલસા અને લાકડા પકડાયા : ભુજ વનતંત્રનો સપાટો

૧૭૦ બોરી કોલસો તથા ૧૦૦ મણ જેટલું લાકડું કબજે

ભુજ: તાલુકાના માધાપર હાઈવે પરથી પોલીસે કોલસાનો જથ્થો ઝડપી પાડ્યા બાદ બન્ની વિસ્તારમાં ફોરેસ્ટના અધિકારીઓ-કર્મચારીઓ લાલ આંખ કરતાં લુણા ગામેથી ૧૭૦ બોરી કોલસો તથા ૧૦૦ મણ જેટલું લાકડું કબજે કર્યું છે .

  આ અંગે જાણવા મળતી વિગત મુજબ પૂર્વ વન વિભાગના ડીએફઓ વિહોલની સૂચના હેઠળ તથા એસીએફ જાડેજાના માર્ગદર્શન હેઠળ લુણા રેન્જના આરએફઓ ડી.આઈ. જત તથા પ્રકાશભાઈ અને ડ્રાઈવર ઈકબાલભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે લુણા ગામની સીમમાં ગેરકાયદેસર ગાંડા બાવળના કોલસા ૧૭૦ બોરી તથા ૧૦૦ મણ જેટલું લાકડું લુણા ગામના હાજી મુસા જીએજાના કબજામાંથી પકડી પાડતાં કોલસા કિંગોમાં ફફડાટ મચી જવા પામ્યો છે

(12:52 am IST)