Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

હળવદમાં પત્રકાર સંઘની રચના પ્રમુખપદે બલદેવ ભરવાડ : ઉપપ્રમુખ જયસ્વાલ

હળવદ તા.૬ : અહીં ના સરકીટ હાઉસ ખાતે શહેર તેમજ તાલુકાના પત્રકારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકાર સંગઠનને વધુ મજબૂત બનાવવા હળવદ પત્રકાર સંદ્ય ની રચના કરાઈ હતીઙ્ગ જેમાં પ્રમુખ,ઉપપ્રમુખ,ખજાનચી તેમજ સલાહકાર ની સર્વાનુમતે નિયુકિત કરવામાં આવી હતી

સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં પત્રકારોને લગતા વિવિધ નિયમો બનાવી હળવદ પત્રકાર સંદ્ય ની રચના કરવામાં આવી હતી જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે યુવા અને હંમેશા લોક ઉપયોગી સમાચારો પ્રકાશિત કરી લોકોમાં લોકચાહના મેળવનાર બળદેવ ભરવાડ ની નિયુકિત કરવામાં આવી છે જયારે ઉપપ્રમુખ પદે પ્રશાંતભાઈ જયસ્વાલ,ખજાનચી તરીકે ડો. ચતુરભાઈ ચરમારી જયારે સલાહકાર તરીકે પીઢ પત્રકાર અજયભાઈ દવેની નિમણૂક કરવામાં આવી હતી.

પત્રકાર સંદ્ય માં વરણી થયેલ તમામ નવનિયુકત હોદેદારોને હળવદના વેપારીઓ,વકીલ એસોસિયન,સામાજિક સંસ્થાઓ, રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતાઙ્ગ આ પત્રકાર સંદ્ય ની વરણી વર્ષ ૨૦૨૦/૨૧ સુધી ની રહેશે,હ ળવદ પત્રકાર સંદ્ય નું નવુ જાહેર કરાયેલ માળખું જંમા  બળદેવ ભરવાડ પ્રમુખ, પ્રશાંત જયસ્વાલ ઙ્ગઉપ પ્રમુખ, ડો.ચતુર ચરમારી ખજાનચી, અજય દવે સહલાકાર તથા સભ્યો તરીકે મહેન્દ્ર મારૂ, મેહુલ ભરવાડ, મયુર રાવલ, કિશોર પરમાર, દીપક જાની, રસિક પરમાર, હરીશ રબારી, જગદીશ પરમાર, સુરેશ સોનગરા, રોહિત પટેલ, વિશાલ જયસ્વાલ, રમેશ ઠાકોરની વરણી કરાઇ છે.

(11:56 am IST)