Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

બગસરાના નાના મુંજીયાસર પાસે પુર સંરક્ષણ દિવાલનું નબળુ કામ ? : જિ.પં.પ્રમુખે નિરીક્ષણ કર્યું

બગસરા તા.૬ : બગસરાના નાના મુંજીયાસર પાસે રોડ પાસેની પુર સંરક્ષણ દિવાલનું નબળુ કામ થતુ હોય જેની રાવ જી.પં. પ્રમુખ રવજીભાઇ વાઘેલાને કરતા તેણે તાત્કાલીક ધોરણે સ્થળ પર જઇને માલની ચકાસણી કરતા નબળુ હોવાનુ જણાયુ હતુ.

હલકી ગુણવતાની સિમેન્ટ તથા વોકરામાં ધુળ અને હલકી ગુણવતાની ઝાડી કાકડીને લઇને જી.પં. પ્રમુખ રવજીભાઇ વાઘેલા તથા ગોપાલભાઇ સતાસીયા, ગ્રા.પં. સરપંચશ્રીની હાજરીમાં પંચરોજ કામ કરાયુ હતુ એસ્ટીમેન્ટમાં જે રીતે કામ બતાવવામાં આવેલ હોય તે પ્રમાણે કામ થતુ ન હોય તેથી આ કામનું પેમેન્ટ સ્ટોપ કરવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠી છે.

(11:54 am IST)