Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

વાંકાનેરના દિઘલીયા ગામે પોલ્ટ્રીફાર્મમાં જૂગારનો દરોડોઃ સાત પતાપ્રેમી પકડાયા

રસુલ ખોરજીયા જૂગાર રમાડતો'તોઃ ૧.પ૭ લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેર તા. ૬ :.. વાંકાનેરના દિધલીયા ગામની સીમમાં વાડીમાં પોલ્ટ્રીફાર્મમાં ચાલતા જૂગારના હાટડા પર તાલુકા પોલીસે રેઇડ કરી જૂગાર રમતા ૭ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતાં.

દિધલીયા ગામે રહેતો રસુલ ખોરજીયા તેની વાડીમાં આવેલ પોલ્ટ્રીફાર્મમાં જૂગાર રમાડતો હોવાની બાતમી મળતા તાલુકાના પીએસઆઇ  આર. પી. જાડેજા તથા સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા સાત શખ્સોને રોકડા ૭૬,૪પ૦, મોબાઇલ, કાર તથા બાઇક મળી કુલ ૧.પ૭ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

જૂગાર રમતા પકડાયેલ શખ્સોમાં વાડી માલીક રસુલ સાઉદીભાઇ ઓરજીયા રહે. દિપલીયા, લખમણ ધીરૂભાઇ કમખાણીયા રહે. રામપરા (સરોડી), તા. થાનગઢ, છના રવજીભાઇ સેજામસ રહે. હાલ દલડી તા. વાંકાનેર, ચોથા રૂપાભાઇ રંગપરા, રહે. ગામ જાલી, પાયા રૂપાભાઇ રંગપરા, રહે. જાલીગામ તા. વાંકાનેર, હરેશ ગાંડુભાઇ ધોરીયા, રહે. દિઘલીયા તથા ભરત દેવાભાઇ મુંધવા રહે. દલડીગામ તા. વાંકાનેરનો સમાવેશ થાય છે. તમામ સામે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરાઇ હતી.  (પ-૧ર)

(11:51 am IST)